________________
૨૪૪
મૂળગાથા - શબ્દાર્થ
આવલિકાગત વિમાનોનું અંતર નિયમથી અસંખ્ય યોજન છે, પુષ્પાવકીર્ણ વિમાનોનું અંતર સંખ્યાતા કે અસંખ્યાતા યોજન છે (૯૮)
અચંતસુરહિગંધા, ફાસે નવણીયમઉયસુહફાસા | નિચ્ચોયા રમ્મા, સયંપહા તે વિરાયંતિ ૯૯॥
અત્યંત સુગંધવાળા, સ્પર્શમાં માખણ જેવા મૃદુ અને સુખકારી સ્પર્શવાળા, હંમેશા પ્રકાશવાળા, સુંદર, પોતાની પ્રભાવાળા તે વિમાનો શોભે છે. (૯૯)
જે દક્ખિણેણ ઈંદા, દાહિણઓ આવલી મુણેયા । જે પુણ ઉત્તરઈંદા, ઉત્તરઓ આવલી મુણે તેસિં
૧૦૦
જે દક્ષિણ તરફના ઇન્દ્ર છે તેમના દક્ષિણ તરફના આવલિકાગત વિમાનો જાણવા અને જે ઉત્તર તરફના ઇન્દ્ર છે તેમના ઉત્તર તરફના આવલિકાગત વિમાનો જાણવા. (૧૦૦)
પુવ્વણ પચ્છિમેણ ય, સામન્ના આવલી મુર્ણયવ્વા । જે પુણ વટ્ટ વિમાણા, મઝિલ્લા દાહિણિલ્લાણું ||૧૦૧॥
પૂર્વના અને પશ્ચિમના આવલિકાગત વિમાનો સામાન્ય (બંનેના) જાણવા. જે વચ્ચેના ગોળ વિમાન છે તે દક્ષિણેન્દ્રના છે. (૧૦૧)
પુવ્વણ પચ્છિમેણ ય, જે વઢ્ઢા તે વિ દાહિણિલ્લસ । તંસ ચઉરંસગા પુણ, સામન્ના હુત્તિ દુ ં પિ ॥૧૦૨
પૂર્વના અને પશ્ચિમના જે ગોળ વિમાનો છે તે પણ દક્ષિણેન્દ્રના છે. ત્રિકોણ અને ચોરસ વિમાનો બન્ને ઇન્દ્રોના સામાન્ય છે (૧૦૨)