________________
૧૫૦
કષાય, સંજ્ઞા, વેશ્યા, ઇન્દ્રિય (૨૦) ઘનપરિમંડલ – ૪૦ પ્રદેશથી બનેલ હોય. પ્રતરપરિમંડલની
ઉપર ૨૦ પરમાણુ મૂકવાથી. કષાય - કષ = સંસાર, તેનો લાભ જેનાથી થાય તે કષાય. તે ચાર પ્રકારે છે - ક્રોધ, માન, માયા, લોભ. દરેકના ચાર પ્રકાર છે - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, સંજવલન. તેમનું સ્વરૂપ પ્રથમ
કર્મગ્રન્થમાંથી જાણી લેવું. (૬) સંજ્ઞા - ચાર પ્રકારે છે – આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. (૭) લેશ્યા - કૃષ્ણાદિ દ્રવ્યોના સાંનિધ્યથી થતો આત્માનો શુભાશુભ
પરિણામ તે વેશ્યા. તે જ પ્રકારે છે – કૃષ્ણ, નીલ, કાપો, તેજો, પદ્મ, શુક્લ તેમનું સ્વરૂપ દંડકમાંથી જાણી લેવું. ઈન્દ્રિય - તે ૫ પ્રકારે છે – સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર. ઇન્દ્રિયના બે પ્રકાર છે - (૧) દ્રવ્યેન્દ્રિય (૨) ભાવેન્દ્રિય (૧) બેન્દ્રિય - તે બે પ્રકારે છે - (i) નિવૃત્તિ અને (i) ઉપકરણ (i) નિવૃત્તિ એટલે આકાર. તે બે પ્રકારે છે – (a) બાહ્ય નિવૃત્તિ - વિવિધ પ્રકારે છે. (b) અભ્યત્તર નિવૃત્તિ –