________________
સમુદ્દાત, સંજ્ઞી
ઈન્દ્રિય
શ્રોત્રેન્દ્રિય
ચક્ષુરિન્દ્રિય
ઘ્રાણેન્દ્રિય
રસનેન્દ્રિય
સ્પર્શનેન્દ્રિય
અભ્યન્તર નિવૃત્તિ
કદંબના પુષ્પ જેવી
મસૂર જેવી
અતિમુક્તના પુષ્પ જેવી
અન્ના જેવી
વિવિધ પ્રકારની
૧૫૧
(ii) ઉપકરણ - નિવૃત્તિ ઈન્દ્રિયની વિષયને ગ્રહણ કરવાની શક્તિ તે ઉપકરણ.
(૨) ભાવેન્દ્રિય - તે બે પ્રકારે છે - (i) લબ્ધિ અને (ii) ઉપયોગ (i) લબ્ધિ - તે તે આવરણીય કર્મોનો ક્ષયોપશમ તે લબ્ધિ.
(ii) ઉપયોગ - ઈન્દ્રિયોનો પોતાના વિષયમાં વ્યાપાર તે ઉપયોગ. એક કાળે એક જ ઇન્દ્રિયનો ઉપયોગ હોય. (૯) સમુદ્દાત - તે ૭ પ્રકારે છે - વેદના, કષાય, મરણ, વૈક્રિય તૈજસ, આહારક, કેવલી. તેમનું સ્વરૂપ દંડકમાંથી જાણી લેવું.
(૧૦) સંશી - જેની પાસે સંજ્ઞા હોય તે સંજ્ઞી. પર્યાપ્તા પંચેન્દ્રિય સંશી છે. શેષ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અપર્યાપ્ત પંચેન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય અસંશી છે.
અથવા સંજ્ઞી ૩ પ્રકારે .
(i) દીર્ઘકાલિકીસંજ્ઞા જેને હોય તે સંજ્ઞી, શેષ અસંજ્ઞી. જેમાં ત્રણે કાળનું જ્ઞાન હોય તે દીર્ઘકાલિકી સંજ્ઞા. આ સંજ્ઞા દેવ, નારકી, ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્યને હોય.