________________
૧૫૨
વેદ, પર્યાપ્તિ, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, યોગ (i) હેતુવાદોપદેશસંજ્ઞા જેને હોય તે સંસી, શેષ (એકેન્દ્રિય)
અસંજ્ઞી. જેમાં વર્તમાનકાળનું જ જ્ઞાન હોય તે હેતુવાદોપદેશ સંજ્ઞા. આ સંજ્ઞા વિકસેન્દ્રિયને હોય.
એકેન્દ્રિયને ઓઘસંજ્ઞા હોય. (ii) દષ્ટિવાદોપદેશસંજ્ઞા જેને હોય તે સંશી - સમ્યગ્દષ્ટિ,
શેષ અસંશી - મિથ્યાષ્ટિ. છદ્મસ્થ સમ્યગ્દષ્ટિને આ
સંજ્ઞા હોય. કેવળીઓ સંજ્ઞાતીત હોય છે. (૧૧) વેદ - તે ત્રણ પ્રકારે છે - સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ.
' તે પૂર્વે કહ્યા છે. (૧૨) પર્યાપ્તિ - તે પૂર્વે કહી છે. (૧૩) દષ્ટિ - ત્રણ પ્રકારે છે - સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ,
સમ્યગમિથ્યાદષ્ટિ. (૧૪) દર્શન - વસ્તુનો સામાન્ય બોધ તે દર્શન. તે ચાર પ્રકારે છે
ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. (૧૫) જ્ઞાન - વસ્તુનો વિશેષ બોધ તે જ્ઞાન. તે પાંચ પ્રકારે છે
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન,
કેવળજ્ઞાન. (૧૬) યોગ- તે ત્રણ પ્રકારે છે – મન, વચન, કાયા.
મનોયોગ ચાર પ્રકારે છે - સત્ય, અસત્ય, સત્યાસત્ય, અસત્યઅમૃષા. વચનયોગ ચાર પ્રકારે છે - સત્ય, અસત્ય, સત્યાસત્ય, અસત્યઅમૃષા.