________________
૧૩૮
બંધકાળ, અબાધાકાળ, અંત સમય સંખ્યાતા વર્ષના અને અનપવર્તનીય આયુષ્યવાળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય :- સ્વાયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે.
સંખ્યાતા વર્ષના અને અપવર્ણનીય આયુષ્યવાળા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય - સ્વાયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે, અથવા નવમો ભાગ બાકી હોય ત્યારે, અથવા ૨૭મો ભાગ બાકી હોય ત્યારે, અથવા છેલ્લા અંતર્મુહૂર્તમાં પરભવનું આયુષ્ય બાંધે. (૨) અબાધાકાળ - જે જીવો જેટલું આયુષ્ય બાકી હોતે જીતે
પરભવાયુષ્ય બાંધે તેમની માટે તેટલો અબાધાકાળ હોય. (૩) અંતસમય - જે સમયે અનુભવાતુ આયુષ્ય પુરુ થાય અને પછીના સમયે પરભવાયુષ્ય ઉદયમાં આવે તે અંતસમય.
પરભવમાં બે રીતે ગતિ થાય - (૧) ઋજુગતિથી - આમાં પહેલા સમયે જ પરભવાયુષ્યનો
ઉદય થાય અને પરભવ સંબંધી આહાર લે. (૨) વક્રગતિથી - નિશ્ચયમતે - પહેલાસમયે જ પરભવાયુષ્યનો
ઉદય થાય. એક વક્રવાળી ગતિમાં બીજા સમયે પરભવસંબંધી આહાર લે. બે વક્રવાળી ગતિમાં ત્રીજા સમયે પરભવસંબંધી આહાર લે. ત્રણ વક્રવાળી ગતિમાં ચોથા સમયે પરભવસંબંધી આહાર લે. ચાર વર્કવાળી ગતિમાં પાંચમા સમયે પરભવસંબંધી આહાર લે.