________________
એકેન્દ્રિયની વિશેષ અવગાહના
તેના કરતા સૂક્ષ્મ અકાયની અવગાહના અસંખ્યગુણ છે. તેના કરતા સૂક્ષ્મ પૃથ્વીકાયની અવગાહના અસંખ્યગુણ છે. તેના કરતા બાદર વાયુકાયની અવગાહના અસંખ્યગુણ છે. તેના કરતા બાદર તેઉકાયની અવગાહના અસંખ્યગુણ છે. તેના કરતા બાદર અકાયની અવગાહના અસંખ્યગુણ છે. તેના કરતા બાદર પૃથ્વીકાયની અવગાહના અસંખ્યગુણ છે. તેના કરતા બાદર નિગોદની અવગાહના અસંખ્યગુણ છે. સ્વસ્થાને દરેકની અવગાહના અંગુલ/અસંખ્ય છે. બૃહત્સંગ્રહણિમાં એકેન્દ્રિયની વિશેષ અવગાહના આ પ્રમાણે બતાવી છેસાધારણ વનસ્પતિકાય અને વાયુકાયની અવગાહના સમાન છે. તેનાથી તેઉકાયની અવગાહના અસંખ્યગુણ છે.
૧૨૩
તેનાથી અટ્કાયની અવગાહના અસંખ્યગુણ છે. તેનાથી પૃથ્વીકાયની અવગાહના અસંખ્યગુણ છે.
પ્રશ્ન - પ્રત્યેક વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક ૧૦૦૦ યોજન કહી છે, તે સમુદ્રમાં રહેલ પદ્મનાલની અપેક્ષાએ છે. શરીરનું પ્રમાણ ઉત્સેધાંગુલથી મપાય છે. સમુદ્રનું પ્રમાણ પ્રમાણાંગુલથી મપાય છે. તેથી પ્રમાણાંગુલથી ૧૦૦૦ યોજન ઉંડો સમુદ્ર એટલે ઉત્સાંગુલથી ૪,૦૦,૦૦૦ યોજન ઉંડો સમુદ્ર થાય. તેમાં રહેલ પદ્મનાલની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક ૪,૦૦,૦૦૦ યોજન હોવી જોઈએ.
જવાબ- ૧૦૦૦ યોજન ઉંડા સમુદ્રમાં જે કમળો છે તે પૃથ્વીના પરિણામરૂપ છે. શેષ સ્થાનોમાં રહેલ પ્રત્યેક વનસ્પતિકાયની અવગાહના ઉત્સેધાંગુલથી ઉત્કૃષ્ટથી સાધિક ૧૦૦૦ યોજન હોય.