________________
૧૩)
ત્રણ પ્રકારના અંગુલ પ્રત્યેક અને સાધારણ બધી વનસ્પતિ પ્રથમ પાંદડાની અવસ્થામાં અનંતકાય હોય છે. અંતર્મુહૂર્ત પછી તે પ્રત્યેક કે સાધારણ થાય.
• ત્રણ પ્રકારના અંગુલ -
અંગુલ - જેનાથી પદાર્થોનું પ્રમાણ જણાય તે અંગુલ, તે એક પ્રકારનું માપ છે. તેના ત્રણ પ્રકાર છે -
(૧) આત્માગુલ - જે કાળે જે પ્રમાણયુક્ત પુરુષો હોય તેમનું જે પોતાનું અંગુલ તે આત્માંગુલ. તે કાળ વગેરેના ભેદના કારણે અનિયત હોય છે. તેનાથી વાસ્તુ મપાય. આ વાત સંગ્રહણિસૂત્રની દેવભદ્રસૂરિજીકૃત ટીકામાં કહી છે. બૃહત્સંગ્રહણિની મલયગિરિ મહારાજકૃત ટીકામાં કહ્યું છે કે- જે કાળે જે પુરુષો હોય તેમનું અંગુલ તે આત્માંગુલ.
વાસ્તુ ત્રણ પ્રકારે છે – (a) ખાત - કુવા, તળાવ, ભોંયરુ વગેરે. (b) ઉચ્છિત-હવેલી વગેરે (C) ઉભય – ભોંયરાસહિત હવેલી.
(૨) ઉત્સધાંગુલ - પરમાણુ વગેરેથી મપાયેલ અંગુલ તે ઉત્સધાંગુલ કહેવાય છે. તે વીર પ્રભુના આત્માંગુલથી અડધા પ્રમાણવાળુ હોય છે.
પરમાણુ બે પ્રકારે છે – સૂક્ષ્મ અને વ્યાવહારિક.
અનંત સૂક્ષ્મ પરમાણુઓ વિગ્નસા પરિણામથી ભેગા થાય ત્યારે ૧ વ્યાવહારિક પરમાણુ બને છે. તેને તિક્ષ્ણ શસ્ત્રથી પણ છેદી કે ભેદી ન શકાય.
૮ વ્યાવહારિક પરમાણુ= ૧ ઉશ્લષ્ણશ્લણિકા
૮ ઉશ્લષ્ણશ્લણિકા = ૧ ગ્લચ્છણિકા