________________
૧૧ ૨
કયા જીવો મનુષ્યમાં કઈ પદવી પામી શકે? વૈમાનિક દેવો અને પહેલી ત્રણ નરકમાંથી આવેલ જીવ જ તીર્થંકર થઈ શકે. શેષ દેવો, શેષ નરકો અને મનુષ્યતિર્યંચમાંથી આવેલ જીવ તીર્થકર ન થઈ શકે. ચારે પ્રકારના દેવો અને પહેલી નરકમાંથી આવેલ જીવ જ ચક્રવર્તી થઈ શકે. શેષ નરકો અને મનુષ્ય-તિર્યંચમાંથી આવેલ જીવ ચક્રવર્તી ન થઈ શકે. અનુત્તર સિવાયના વૈમાનિક દેવો અને પહેલી બે નરકમાંથી આવેલ જીવ જ વાસુદેવ થઈ શકે. શેષ દેવો, શેષ નરકો અને મનુષ્ય-તિર્યંચમાંથી આવેલ જીવ વાસુદેવ ન થઈ શકે. ચારે પ્રકારના દેવો અને પહેલી બે નરકમાંથી આવેલ જીવ જ બળદેવ થઈ શકે. શેષ નરકો અને મનુષ્ય-તિર્યંચમાંથી આવેલ જીવ બળદેવ ન થઈ શકે. અનુત્તર વિમાનો, સાતમી નરક, તેઉકાય, વાયુકાય, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ સિવાય બધેથી આવેલ જીવો ચક્રવર્તીના મનુષ્યરત્ન થઈ શકે. સાતમી નરક, તેઉકાય, વાયુકાય, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ સિવાય બધેથી આવેલ જીવ રાજા થઈ શકે. વિકલેન્દ્રિયમાંથી આવેલ મનુષ્ય ઉત્કૃષ્ટથી સર્વવિરતિ પામી શકે, સિદ્ધ ન થાય.