________________
fo
દ્વાર ૪-ઉપપાતવિરહાકાળ
આ ઉપર કહી તે ચારે પ્રકારના દેવોની ઉત્કૃષ્ટ અવગાહના છે.
જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તે પ્રારંભ સમયે હોય.
'ઉત્તરવૈક્રિયશરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે પ્રારંભ સમયે હોય.
ઉત્તરવૈક્રિયશરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૧ લાખ યોજન છે.
રૈવેયક-અનુત્તરમાં ઉત્તરવૈક્રિય શરીર ન હોય. તે દેવો શક્તિ હોવા છતા પ્રયોજન ન હોવાથી ઉત્તરવૈક્રિયશરીર ન બનાવે.
દ્વાર ૪ - ઉપપાતવિરહકાળ સામાન્યથી દેવોનો ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ ૧૨ મુહૂર્ત છે. વિશેષથી દેવોનો ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ નીચે પ્રમાણે છે – દેવલોક
ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ ભવનપતિ ૨૪ મુહૂર્ત વ્યત્તર
૨૪ મુહૂર્ત જયોતિષ ૨૪ મુહૂર્ત સૌધર્મ-ઇશાન ૨૪ મુહૂર્ત સનકુમાર ૯ દિવસ ૨૦ મુહૂર્ત
૧. કાર્ય આવે ત્યારે દેવો અને નારકીઓ મૂળ શરીરથી જુદુ બીજુ શરીર બનાવે તે ઉત્તરવૈક્રિયશરીર.