________________
નરકમાં પરસ્પરોટીરિત વેદના
૮૭ (૨) પરસ્પરોટીરિત વેદના - જેમ શેરીનો કુતરો બીજા સ્થાનમાંથી આવેલા કુતરાને જોઈને ક્રોધાંધ થઈને પરસ્પર યુદ્ધ કરવા લાગે છે તેમ મિથ્યાષ્ટિ નારકીઓ વિર્ભાગજ્ઞાનથી દૂરથી એકબીજાને જોઈને ગુસ્સાથી બળી અતિભયંકર વૈક્રિય રૂપ કરીને પોતપોતાના નરકાવાસમાં પૃથ્વીના પ્રભાવથી ઉત્પન્ન થયેલ પૃથ્વીના પરિણામરૂપ અથવા વિકલા ત્રિશુલ, ભાલા, તલવાર વગેરે વડે અથવા હાથ, પગ, દાંત વગેરે વડે એક-બીજાને હણે છે. ત્યારપછી એકબીજાના અભિઘાતથી વિકૃતઅંગવાળા થયેલા તેઓ ખૂબ રાડો પાડતા કસાયખાને ગયેલા પાડા વગેરેની જેમ લોહીના કાદવમાં આળોટે છે.
સમ્યગ્દષ્ટિ નારકીઓ, “નક્કી પૂર્વભવમાં અમે કંઈક પાપ કર્યું છે જેથી અમે આ દુઃખના સમુદ્રમાં ડુબા છીએ,’ આવી ભાવનાથી બીજા દ્વારા થતા દુઃખોને સારી રીતે સહન કરે છે, પણ પોતે તે દુઃખોનો વિપાક જોયો હોવાથી બીજાને દુઃખ ઉત્પન્ન નથી કરતા.
મિથ્યાદષ્ટિ નારકી કરતા સમ્યગ્દષ્ટિ નારકીને પશ્ચાતાપનું દુઃખ ઘણું હોય છે.
પરસ્પરોટીરિત વેદના બે પ્રકારે હોય - શરીરથી અને શસ્ત્રથી. (૩) પરમાધામીકૃત વેદના - પરમાધામી દેવો ૧૫ પ્રકારના છે(૧) અમ્બ (૬) ઉપરુદ્ર (૧૧) કુમ્ભી (૨) અમ્બરીષ (૭) કાલ (૧૨)વાલુકા (૩) શ્યામ (૮) મહાકાલ (૧૩) વૈતરણી (૪) શબલ (૯) અસિ (૧૪) ખરસ્વર (૫) રુદ્ર (૧૦) ધનુ (૧૫) મહાઘોષ