________________
૮૫
નારકીને દશ પ્રકારની વેદના
જો તે નારકીને ત્યાંથી ઉપાડીને અહીં મહામહિનાની રાતે ખુલ્લા આકાશમાં બરફના ઢગલા ઉપર મૂકવામાં આવે તો તે અનુપમ સુખ પામે અને સુઈ જાય.
નારકીના જીવોને દશ પ્રકારની વેદના - (૧) શીત – પૂર્વે કહી છે. (૨) ઉષ્ણ – પૂર્વે કહી છે. (૩) ભૂખ - સકલ જગતના આહારાદિ પુદ્ગલોને વાપરે તો પણ
તૃપ્તિ ન થાય તેવી ભૂખની પીડાથી નારકીઓ પીડાય છે. (૪) તરસ - બધા સમુદ્રોને પી જાય તો પણ તૃપ્તિ ન થાય તેવી
તરસથી નારકીઓ પીડાય છે. ખંજવાળ - છરીથી ખણવા છતા માટે નહીં તેવી ખંજવાળ નરકમાં હોય છે. પરવશતા - પરાધીનપણું. તાવ - જીવનભર અહીંના તાવ કરતા અનંતગણ તાવ હોય
(૮) દાહ - અહીં કરતા અનંતગુણ હોય છે. (૯) ભય - અહીં કરતા અનંતગુણ હોય છે. (૧૦) શોક - અહીં કરતા અનંતગુણ હોય છે.
નારકીનું વિર્ભાગજ્ઞાન કે અવધિજ્ઞાન પણ તેમના દુઃખનું કારણ બને છે. તેઓ દૂરથી જ પરમાધામી, બીજા નારકીઓ, શસ્ત્ર વગેરે દુઃખના હેતુઓને ઉપર-નીચે અને તીચ્છ આવતા જુવે છે અને ભયથી કંપે છે.
નરકમાં પુગલોનો ૧૦ પ્રકારનો પરિણામ પણ પીડાજનક છે. તે આ પ્રમાણે