________________
૬૫
દ્વાર ૯ - આગતિ
ઈશાન સુધીના દેવો જ બાદર પર્યાપ્તા પૃથ્વીકાય, અકાય, પ્રત્યેક વનસ્પતિકાયમાં જાય.
આનતાદિ દેવો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં જ જાય.
દેવોનો દેવીઓ સાથે સંભોગ દેવલોક
સંભોગ
સુખ ભવનપતિથી ઈશાન | કાયાથી
અલ્પ સનકુમાર-મહેન્દ્ર સ્પર્શથી
અનંતગુણ બ્રહ્મલોક-લાન્તક રૂપના દર્શનથી અનંતગુણ મહાશુક્ર-સહસ્રાર શબ્દના શ્રવણથી અનંતગુણ આનત થી અશ્રુત મનથી
અનંતગુણ રૈવેયક-અનુત્તર અસંભોગી
અનંતગુણ લોકમાં જે કામસુખ છે અને જે દિવ્ય મહાસુખ છે તે વીતરાગના સુખના અનંતમાં ભાગે પણ ન આવે. દેવોનો ઉપપાત ભવનપતિથી અનુત્તર સુધી હોય છે. દેવીઓનો ઉપપાત ભવનપતિથી ઈશાન સુધી હોય છે. દેવોનું ગમનાગમન ૧૨મા દેવલોક સુધી હોય છે. દેવીઓનું ગમનાગમન ૮મા દેવલોક સુધી હોય છે. ત્યારપછી નહીં. કિલ્બિષિયા દેવો - જેમણે અશુભ કર્મ કર્યા છે એવા ચંડાળ જેવા હલકા દેવોને કિલ્બિષિયા દેવો કહેવાય છે.
સ્થિતિ ૧લા-૨જા દેવલોકની નીચે ૩ પલ્યોપમ ૩જા-૪થા દેવલોકની નીચે ૩ સાગરોપમ ૬ઢા દેવલોકની નીચે
૧૩ સાગરોપમ
નિવાસ