________________
જીવોનો આહાર અને શ્વાસોચ્છ્વાસ
મનુષ્ય, તિર્યંચનો આહાર-સચિત્ત, અચિત્ત, મિશ્ર.
દેવ, નારકીનો આહાર
અચિત્ત.
અપર્યાપ્તા જીવોને અનાભોગથી આહાર પરિણમે છે.
દેવોનો મનોભક્ષણ આહાર આભોગથી હોય છે.
બધા પર્યાપ્તા જીવોનો લોમાહાર આભોગથી કે અનાભોગથી હોય છે.
-
૭૧
નારકીઓને લોમાહાર અશુભ (ખરાબ) રૂપે પરિણમે છે. દેવોને લોમાહાર શુભ (સારા) રૂપે પરિણમે છે. લોમાહારથી લેવાતા પુદ્ગલોને અનુત્તર દેવો જાણે છે અને જુવે છે. શેષ દેવો અને નારકો તેમને જાણી કે જોઈ શકતા નથી.
જીવો
આહારની ઇચ્છા ઉત્કૃષ્ટથી કેટલા કાળે ?
સતત
અંતર્મુહૂર્ત ૨ અહોરાત્ર
૩ અહોરાત્ર
એકેન્દ્રિય
વિકલેન્દ્રિય,નારકી
પંચેન્દ્રિય તિર્યંચ
મનુષ્ય
દેવોને આહારની ઇચ્છાનો ઉત્કૃષ્ટકાળ આગળ કહેવાશે. શ્વાસોચ્છ્વાસ :- નારકીઓને શ્વાસોચ્છ્વાસ સતત હોય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યને શ્વાસોચ્છ્વાસની માત્રા અનિયત હોય છે.
૧. આ કાળ તપવિધિ સિવાય જાણવો. તપ કરવાની ઇચ્છાથી બે મહિના વગેરે પણ હોય.
૨. આ વાત સંગ્રહણિસૂત્રની દેવભદ્રસૂરિજીકૃત ટીકામાં કહી છે. બૃહત્સંગ્રહણિમાં એકેન્દ્રિયને આહા૨ની ઈચ્છા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તો કહી છે. તત્ત્વ કેવળીગમ્ય છે.