________________
છ પ્રકારના સંસ્થાન
૬૯
• સંસ્થાન -
સંસ્થાન વિના સંઘયણ ન હોય. માટે સંસ્થાનની પ્રરૂપણા કરાય છે.
સંસ્થાન એટલે શરીરનો વિશેષ પ્રકારનો આકાર. તે છે પ્રકારના છે. તે આ પ્રમાણે(૧) સમચતુરગ્ન સંસ્થાન - જેમાં સામુદ્રિકશાસ્ત્રમાં કહેલ પ્રમાણ
લક્ષણથી યુક્ત એવુ શરીર હોય અને પર્યકઆસનમાં બેઠેલા તે શરીરના ચાર અંતરો (૧) બે ઢીંચણ વચ્ચેનું અંતર, (૨) જમણા ઢીંચણ અને ડાબા ખભાનું અંતર, (૩) ડાબા ઢીંચણ અને જમણા ખભાનું અંતર, (૪) લલાટ અને પલાઠીનું
અંતર, સમાન હોય તે. (૨) ચોધ સંસ્થાન - જેમાં નાભીની ઉપરનો ભાગ લક્ષણ-પ્રમાણ
યુક્ત હોય, નીચેનો ભાગ લક્ષણ-પ્રમાણયુક્ત ન હોય તે. (૩) સાદિ સંસ્થાન - જેમાં નાભીની નીચેનો ભાગ લક્ષણ
પ્રમાણયુક્ત હોય અને ઉપરનો ભાગ લક્ષણ-પ્રમાણયુક્ત
ન હોય તે. (૪) વામન સંસ્થાન - જેમાં માથુ, ડોક, હાથ, પગ વગેરે લક્ષણ
પ્રમાણયુક્ત હોય, છાતિ-પેટ-પીઠ વગેરે તેવા ન હોય તે. (૫) કુન્જ સંસ્થાન - જેમાં છાતી-પેટ વગેરે લક્ષણ-પ્રમાણયુક્ત
હોય, હાથ-પગ વગેરે તેવા ન હોય તે. (૬) હુંડક સંસ્થાન - જેમાં સર્વ અવયવો લક્ષણ-પ્રમાણરહિત હોય
તે.
૧. કેટલાક આચાર્યો વામન-કુન્જ સંસ્થાનના લક્ષણ વિપરીત રીતે કરે છે.