________________
૬૮
છ પ્રકારના સંઘયણ (૧) વજઋષભનારાચ સંઘયણ - વજઃખીલી, ઋષભ= હાડકાનો
પાટો, નારાચ=બન્ને બાજુ મર્કટબંધ. જેમાં બન્ને બાજુ મર્કટબંધથી બંધાયેલા અને પાટા આકારના ત્રીજા હાડકાથી વીંટાયેલા બે હાડકાની ઉપર ત્રણેને ભેદનારી હાડકાની ખીલી
હોય તે. (૨) ઋષભનારાચ સંઘયણ - ઉપર પ્રમાણે, પણ ખીલી વિનાનું,
કેટલાક ઋષભનારાચસંઘયણની બદલે વજનારાચસંઘયણ કહે છે. તેમાં બે હાડકા મર્કટબંધથી બંધાયેલા હોય અને ઉપર
તેમને ભેદનારી ખીલી હોય. (૩) નારા સંઘયણ - જેમાં બે હાડકા માત્ર મર્કટબંધથી બંધાયેલા
હોય તે. (૪) અર્ધનારાચ સંઘયણ - જેમાં બે હાડકા એક બાજુ મર્કટબંધથી
બંધાયેલા હોય અને બીજી બાજુ ખીલીથી બંધાયેલા હોય તે. (૫) કલિકા સંઘયણ - જેમાં બે હાડકા માત્ર ખીલીથી બંધાયેલા હોય
(૬) સેવાર્ત (છેદસૃષ્ટ) સંઘયણ - જેમાં બે હાડકા માત્ર અને સ્પર્શેલા હોય છે. આ સંઘયણવાળાને હંમેશા સેવાની જરુર પડે. જીવો
સંઘયણ ગર્ભજમનુષ્ય-ગર્ભજપંચેન્દ્રિયતિર્યંચ છ યે સંઘયણ વિકસેન્દ્રિય, સંમ્. મનુષ્ય, સંમ્પંચે તિર્યંચ સિવાર્ત સંઘયણ દેવ, નારકી, એકેન્દ્રિય
સંઘયણ ન હોય ૧. કર્મગ્રંથના મતે સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચને છ સંઘયણ હોય. ૨. કેમકે તેમને હાડકા ન હોય.