________________
પદ
ચૌદરાજલોકનું સ્વરૂપ દેવલોકના અંતથી સહસ્ત્રાર દેવલોકના અંત સુધી અગીયારમુ રજુ છે. સહસ્ત્રાર દેવલોકના અંતથી અશ્રુત દેવલોકના અંત સુધી બારમુ રજુ છે. અશ્રુત દેવલોકના અંતથી નવમા સૈવેયકના અંત સુધી તેરમુ રજુ છે. નવમા રૈવેયકના અંતથી લોકના ઉપરના અંત સુધી ચૌદમુ રજુ છે.
તિષ્ણુલોકની મધ્યમાં ૧ રજુ વિસ્તારવાળા બે ક્ષુલ્લક પ્રતિરો છે. તેમની મધ્યમાં જંબૂદ્વીપમાં મેરુપર્વતની મધ્યમાં ૪-૪ ચકપ્રદેશો છે. બે ક્ષુલ્લક પ્રતિરોથી ઉપર અંગુલના અસંખ્યાતમાં ભાગની વૃદ્ધિએ તર્જી પણ બન્ને બાજુ અંગુલના અસંખ્યાતમા ભાગની વૃદ્ધિ થાય. આ પ્રમાણે ઊર્ધ્વલોકના મધ્યભાગ સુધી વૃદ્ધિ થાય. ત્યાં વિસ્તાર ૫ રજજુ પ્રમાણ છે. ત્યાંથી ઉપર અંગુલના અસંખ્યાતમા ભાગની વૃદ્ધિએ તીર્જી બન્ને બાજુ અંગુલના અસંખ્યાતમા ભાગની હાનિ થાય. આ પ્રમાણે ઊર્ધ્વલોકના અંત સુધી હાનિ થાય. ત્યાં વિસ્તાર ૧ રજુ પ્રમાણ છે. તિચ્છલોકની મધ્યમાં રહેલા શુલ્લક પ્રતિરોથી નીચે અંગુલના અસંખ્યાતમા ભાગની વૃદ્ધિએ તીર્થો પણ બન્ને બાજુ અંગુલના અસંખ્યાતમા ભાગની વૃદ્ધિ થાય. આ પ્રમાણે અધોલોકના અંત સુધી વૃદ્ધિ થાય. ત્યાં વિસ્તાર દેશોન સાત રજુ પ્રમાણ છે.
આમ બે હાથ કેડે રાખીને અને પગ પહોળા કરીને ઉભેલા પુરુષની જેવો લોકનો આકાર છે. અહીં ઉપરના અને નીચેના અંગુલના અસંખ્યાતમા ભાગ કરતા તીર્થો અંગુલનો અસંખ્યાતમો ભાગ નાનો છે. ચકપ્રદેશની અપેક્ષાએ નીચે સાધિક સાત રજુ છે અને ઉપર દેશોન સાત રજુ છે. (જુઓ ચિત્ર નં. ૮)