________________
૫૪
દેવલોકોના વિમાનોની લંબાઈ, પહોળાઈ અને પરિધિ ૯ થી ગુણતા ૮,૫૦,૭૪૦યોજન થાય.
આ ચાર પ્રકારના પગલાથી ચાલવાની ચાર પ્રકારની ગતિ છે. તેના નામ ચંડા, ચપલા, જવના, વેગા છે. આ ચારે ગતિઓ અનુક્રમે શીધ્ર-શીધ્રતર જાણવી. કેટલાક આચાર્યો ચોથી ગતિને જવનતરી કહે છે. કોઈ દેવ ૨,૮૩,૫૮૦ યોજનના પગલા વડે ચંડાગતિથી વિમાનની પહોળાઈ, ૪,૭૨,૬૩૩૩૩ યોજનના પગલા વડે ચપલાગતિથી વિમાનની લંબાઈ, ૬,૬૧,૬૮૬૫૪ યોજનના પગલા વડે જવનાગતિથી વિમાનની અંદરની પરિધિ અને ૮,૫૦,૭૪૦૧૬ યોજનના પગલા વડે વેગાગતિથી વિમાનની બહારની પરિધિ ૬ મહિના સુધી મારે તો પણ તે કેટલાક વિમાનોની પહોળાઈ વગેરે માપી ન શકે.
અથવા, કોઈ દેવ પહેલાથી ચોથા દેવલોકના વિમાનોની ૨,૮૩, ૫૮૦ યોજનના પગલાથી ચંડાગતિથી પહોળાઈ, ચપલાગતિથી લંબાઈ, જવનાગતિથી અંદરની પરિધિ, વેગાગતિથી બહારની પરિધિ ૬ મહિના સુધી મારે તો ય ન માપી શકે.
કોઈ દેવ પાંચમાથી બારમા દેવલોકના વિમાનોની ૪,૭૨, ૬૩૩૩ યોજનના પગલાથી ચંડા વગેરે ચાર ગતિથી ક્રમશઃ પહોળાઈ વગેરે ૬ મહિના સુધી મારે તો ય ન માપી શકે.
કોઈ દેવ ૯ રૈવેયકના વિમાનોની ૬,૬૧,૬૮૬ :. યોજનના પગલાથી ચંડા વગેરે ચાર ગતિથી ક્રમશઃ પહોળાઈ વગેરે ૬ મહિના સુધી મારે તો ય ન માપી શકે.