________________
પર
લોકાન્તિકદેવો તે જ દેવ તે જ ગતિથી ૧૫ દિવસ સુધી જાય તો કેટલીક કૃષ્ણરાજીઓને ઓળંગે અને કેટલીક કૃષ્ણરાજીઓને ન ઓળંગે. (જુઓ ચિત્ર નં.૭)
લોકાન્તિક દેવો - કૃષ્ણરાજીઓના આઠ આંતરાઓમાં લોકાન્તિક દેવોના આઠ વિમાનો આવેલા છે. તે આ પ્રમાણે - ઉત્તર અને પૂર્વની અંદરની કૃષ્ણરાજીઓના આંતરામાં અચિ વિમાન છે. પૂર્વની બે કૃષ્ણરાજીઓના આંતરામાં અર્ચિમાલી વિમાન છે. પૂર્વ અને દક્ષિણની અંદરની કૃષ્ણરાજીઓના આંતરામાં વૈરોચન વિમાન છે. દક્ષિણની બે કૃષ્ણરાજીઓના આંતરામાં પ્રભંકર વિમાન છે. દક્ષિણ અને પશ્ચિમની અંદરની કૃષ્ણરાજીઓના આંતરામાં ચન્દ્રાભ વિમાન છે. પશ્ચિમની બે કૃષ્ણરાજીઓના આંતરામાં સૂર્યાભ વિમાન છે. પશ્ચિમ અને ઉત્તરની અંદરની કૃષ્ણરાજીઓના આંતરામાં શુક્રાભ વિમાન છે. ઉત્તરની બે કૃષ્ણરાજીઓના આંતરામાં સુપ્રતિષ્ઠાભ વિમાન છે. બધી કૃષ્ણરાજીઓની મધ્યમાં નવમુ રિષ્ટ વિમાન છે. આ વિમાનોમાં લોકાન્તિકદેવો રહે છે. તે આ પ્રમાણે - અચિંવિમાનમાં સારસ્વત દેવો, અચિમાલી વિમાનમાં આદિત્યદેવો, વૈરોચનવિમાનમાં વતિ દેવો, પ્રભંકર વિમાનમાં વરુણ દેવો, ચન્દ્રાભ વિમાનમાં ગઈતોય દેવો, સૂર્યાભ વિમાનમાં તુષિત દેવો, શુક્રાભ વિમાનમાં અવ્યાબાધ દેવો, સુપ્રતિષ્ઠાભ વિમાનમાં આગ્નેયદેવો (તેમનુ બીજુ નામ મરુતુ છે), રિષ્ટ વિમાનમાં રિષ્ટ દેવો રહે છે. સારસ્વત અને આદિત્ય બન્નેના ભેગા મળીને ૭ દેવો છે અને તેમનો ૭00 દેવોનો પરિવાર છે. વતિ અને વરુણ બન્નેના ભેગા મળીને ૧૪ દેવો છે અને તેમનો ૧૪,000 દેવોનો પરિવાર છે. ગઈતીય અને તુષિત બન્નેના ભેગા મળીને ૭ દેવો છે. અને તેમનો ૭,૦૦૦ દેવોનો પરિવાર છે.