________________
૫૦
તમસ્કાય • દરેક દેવલોકના છેલ્લા પ્રતરમાં ઈન્દ્રના નિવાસને યોગ્ય એવા કલ્પાવતંસક વિમાનો આવેલા છે. તેની ચારે દિશામાં ચાર લોકપાલને યોગ્ય વિમાનો છે.
આવલિકાવિષ્ટ વિમાનોનું પરસ્પર અંતર અસંખ્ય યોજન છે. પુષ્પાવકીર્ણ વિમાનોનું પરસ્પર અંતર સંખ્યાતા કે અસંખ્યાતા યોજન છે.
• પહેલા બે દેવલોકમાં વિમાનો ઉઘનોદધિ ઉપર પ્રતિષ્ઠિત છે. પછીના ત્રણ દેવલોકમાં વિમાનો ઘનવાત ઉપર પ્રતિષ્ઠિત છે. પછીના ત્રણ દેવલોકમાં વિમાનો ઘનોદધિ-ઘનવાત ઉભય ઉપર પ્રતિષ્ઠિત છે. પછીના ત્રણ દેવલોકમાં વિમાનો આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે.
• આનત-પ્રાણત દેવલોકનો એક જ ઈન્દ્ર છે. આરણઅશ્રુત દેવલોકનો એક જ ઈન્દ્ર છે.
• વિમાનો હજારો ધજા-પતાકાથી યુક્ત હોય છે.
• આત્મરક્ષકદેવો સામાનિકદેવો કરતા ચાર ગુણા હોય છે.
તમસ્કાય - જંબૂદ્વીપથી તીચ્છ અસંખ્ય દ્વીપ-સમુદ્રો ઓળંગ્યા પછી અણવર નામનો દ્વીપ છે. તેની વેદિકાના અંતથી ૪૨,૦૦૦ યોજન અણવર સમુદ્રમાં જઈએ એટલે અકાયમય મહાન્ધકારરૂપ તમસ્કાય આવેલ છે. તે પાણીના ઉપરના તલથી ઉપર ૧,૭૨૧ યોજન સુધી સમાન ભિંતના આકારે છે. ત્યારપછી તે તીર્ફે વિસ્તરે છે અને પહેલા ચાર દેવલોકને અને પાંચમા બ્રહ્મલોક દેવલોકના
૧. ઘનોદધિ = થીજેલુ પાણી.
૨. ઘનવાત = થીજેલો વાયુ.