________________
૫૫
ચૌદરાજલોકનું સ્વરૂપ
કોઈ દેવ અનુત્તરના વિજયાદિ ૪ વિમાનોની ૮,૫૦,૭૪૦ યોજનના પગલાથી ચંડા વગેરે ચાર ગતિથી ક્રમશઃ પહોળાઈ વગેરે ૬ મહિના સુધી મારે તો ય ન માપી શકે.
પ્રશ્ન - જો આ પગલાઓ વડે ચંડા વગેરે ગતિથી દેવો ૬ મહિના સુધી ચાલે તો પણ કેટલાક વિમાનોના પારને ન પામે તો જિનેશ્વરોના કલ્યાણકો વખતે દેવો મહિમા કરવા તે જ દિવસે અતિ દૂર એવા મનુષ્યલોકમાં શી રીતે આવે છે?
જવાબ - આ પગલાની કલ્પના કલ્પિત છે, વાસ્તવિક નથી. દેવો પગલા વિના જ ચંડા વગેરે ગતિથી ગમન કરે છે. વળી દેવો તથાસ્વભાવે અચિન્ય સામર્થ્યવાળા હોય છે. તેથી કલ્યાણકો વખતે તે જ દિવસે મનુષ્યલોકમાં આવી શકે છે.
ચૌદ રાજલોકનું સ્વરૂપ - ૧ રજુ = અસંખ્ય યોજના લોકના સૌથી નીચેના તલથી તમસ્તમપ્રભા પૃથ્વીના ઉપરના તલ સુધી પહેલુ રજુ છે. તમસ્તમ.પ્રભાના ઉપરના તલથી તમઃપ્રભાના ઉપરના તલ સુધી બીજુ રજુ છે. તમપ્રભાના ઉપરના તલથી ધૂમપ્રભાના ઉપરના તલ સુધી ત્રીજુ રજુ છે. ધૂમપ્રભાના ઉપરના તલથી પંકપ્રભાના ઉપરના તલ સુધી ચોથુ રજુ છે. પંકપ્રભાના ઉપરના તલથી વાલુકાપ્રભાના ઉપરના તલ સુધી પાંચમુ રજુ છે. વાલુકાપ્રભાના ઉપરના તલથી શર્કરામભાના ઉપરના તલ સુધી છઠ્ઠ રજુ છે. શર્કરા પ્રભાના ઉપરના તલથી રત્નપ્રભાના ઉપરના તલ સુધી સાતમુ રજુ છે. રત્નપ્રભાના ઉપરના તલથી સૌધર્મ દેવલોકના અંત સુધી આઠમુ રજુ છે. સૌધર્મ દેવલોકના અંતથી માહેન્દ્ર દેવલોકના અંત સુધી નવમુ રજુ છે. માહેન્દ્રદેવલોકના અંતથી લાંતક દેવલોકના અંત સુધી દસમુ રજજુ છે. લાંતક