________________
બે પ્રકારના વિમાનો દેવલોક વિમાનો પ્રતર દેવલોક | વિમાનો પ્રતર લાંતક | ૫૦,૦૦૦/૫ | ઉપરના ૧૦૦
|ત્રણ રૈવેયક મહાશુક૪િ૦,૦OO | ૪ | અનુત્તર | ૫ | ૧
| કુલ ૫૮૪,૯૭,૦૨૩૬૨ આ વિમાનો અત્યંત સુગંધી, માખણ જેવા કોમળ સ્પર્શવાળા, હંમેશા ઉદ્યોતવાળા, સુંદર અને સ્વયં પ્રકાશિત છે.
દરેક પ્રતરમાં વિમાનો બે પ્રકારના છે
(૧) આવલિકા પ્રવિષ્ટ - પંક્િતમાં રહેલા વિમાનો તે આવલિકાપ્રવિષ્ટ વિમાનો છે. વચ્ચે ગોળાકારે વિમાનેન્દ્રક છે. પછી ચારે દિશામાં પંક્તિમાં ક્રમશઃ ત્રિકોણ, ચોરસ, ગોળ, ત્રિકોણ, ચોરસ, ગોળ... વિમાન આવેલા છે, યાવત્ પંક્તિના છેડા સુધી. (જુઓ ચિત્ર નં.૪) ગોળ વિમાનો વલયાકાર છે. ત્રિકોણ વિમાનો શૃંગાટકના આકારના છે. ચોરસ વિમાનો અખાડાના આકારના છે. ગોળવિમાનો ૧ દ્વારવાળા હોય છે, ત્રિકોણ વિમાન ૩ દ્વારવાળા હોય છે, ચોરસ વિમાન ૪ ધારવાળા હોય છે. ગોળ વિમાનોને ફરતો કાંગરાથી શોભતો કિલ્લો હોય છે. ત્રિકોણ વિમાનને ફરતી જે બાજુ ગોળવિમાન હોય તે બાજુ વેદિકા હોય, બાકીની બે બાજુ કિલ્લા હોય છે. ચોરસવિમાનને ફરતી વેદિકા હોય છે. અહીં વેદિકા એટલે કાંગરા વિનાનો કિલ્લો. (જુઓ ચિત્ર નં. ૫) પહેલા પ્રતરમાં દરેક પંક્તિમાં ૬૨ વિમાન હોય છે. પછી ઉપર-ઉપરના પ્રતરની દરેક પંક્તિમાં અંતિમ ૧-૧ વિમાન ઓછુ હોય છે. એટલે ૬૨મા પ્રતરમાં દરેક પંક્તિમાં ૧-૧ વિમાન જ હોય છે. ગોળ વિમાનની ઉપર ગોળ વિમાન હોય છે. ત્રિકોણ વિમાનની ઉપર ત્રિકોણ વિમાન હોય છે. ચોરસ વિમાનની ઉપર ચોરસ વિમાન હોય છે. ૧. શૃંગાટક એટલે જ્યાં ત્રણ રસ્તા ભેગા થતા હોય તે સ્થાન.