________________
જ્યોતિષવિમાનોના આકાર, વર્ણ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ
૨૯
(૨) તારાના વિમાનનું પ્રમાણ ૧ઉત્સેધાંગુલથી માપવું. મનુષ્યક્ષેત્રનું પ્રમાણ પ્રમાણાંગુલથી માપવું. તેથી મનુષ્યક્ષેત્રમાં ૬૬,૯૭૫ કોટીકોટી તારા સમાય શકે.
♦ જ્યોતિષના વિમાનો અડધા કોઠાના ફળના આકારના હોય છે.
પ્રશ્ન - જો જ્યોતિષના વિમાનો અડધા કોઠાના ફળના આકારના હોય તો માથા ઉપર હોય ત્યારે તેમનો ઉપરનો ભાગ ન દેખાવાથી તે ગોળ દેખાય તે બરાબર છે પણ ઉદય-અસ્ત વખતે તો અડધા કોઠાના ફળ જેવો આકાર દેખાવો જોઈએ. તે કેમ દેખાતો નથી ?
જવાબ - અડધા કોઠાના ફળનો આકાર જ્યોતિષવિમાનોની પીઠનો છે. તેની ઉપર પ્રાસાદો આવેલા છે. પ્રાસાદો સહિત પીઠનો આકાર ઘણોખરો ગોળ બને છે. તે દૂરથી આપણને સમગોળ દેખાય છે.
• જ્યોતિષવિમાનો સુંદર છે અને સ્ફટિકના છે. લવણસમુદ્રના જ્યોતિષવિમાનો ઉદકસ્ફાટક સ્ફટિકના છે. તેથી લવણસમુદ્રની શિખામાં ચરતા તેમને પાણીથી વ્યાઘાત નથી થતો. જ્યોતિષ વિમાનો તિતિલોકના ઉપ૨ના ૧૧૦ યોજનમાં હોય છે. તે અસંખ્ય છે. જ્યોતિષના ભવનો પાંચ વર્ણના હોય છે. તે ધજાપતાકાથી યુક્ત હોય છે.
મનુષ્યક્ષેત્રના જ્યોતિષ વિમાનોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ
જ્યોતિષ વિમાન
ચન્દ્ર વિમાન
સૂર્ય વિમાન
લંબાઈ-પહોળાઈ
યોજન
યોજન
૫૬
૬૧
૪૮
૬૧
ઊંચાઈ
૨૮ યોજન
૬૧
૨૪ યોજન
૬૧
૧. ઉત્સેધાંગુલ-પ્રમાણાંગુલનું સ્વરૂપ પાના નં. ૧૩૦-૧૩૩ ઉપર બતાવ્યું છે.