________________
૩૪
મનુષ્યક્ષેત્ર ૧ કળાને ખુલ્લી કરે છે. તેથી જગતમાં ચન્દ્રમંડલની હાનિ-વૃદ્ધિ દેખાય છે.
પ્રશ્ન - ચન્દ્રનું વિમાન ૫૬ યોજનાના વિસ્તારવાળુ છે. રાહુ ગ્રહ હોવાથી તેનું વિમાન યોજનાના વિસ્તારવાળુ છે. તેથી રાહુ શી રીતે ચન્દ્રને ઢાંકી શકે?
જવાબ - ગ્રહવિમાનોનું યોજન પ્રમાણ પ્રાયઃ કરીને હોય છે. તેથી રાહુવિમાનનું પ્રમાણ અધિક હોય એમ સંભવે છે. કેટલાક એમ કહે છે કે નાના પણ રાહુ વિમાનમાંથી નીકળતા કાળા કિરણોથી ચન્દ્રવિમાન ઢંકાય છે.
દ્વીપ-સમુદ્ર - અઢી ઉદ્ધાર સાગરોપમના સમયો જેટલા હીપસમુદ્ર તિસ્કૃલોકમાં છે. તે ઉત્તરોત્તર બમણા-બમણા વિસ્તારવાળા છે.
મનુષ્યક્ષેત્ર - મનુષ્યક્ષેત્રમાં અઢી દ્વીપ છે – જંબૂઢીપ, ધાતકી ખંડ, પુષ્કરવરાર્ધ દ્વીપ. મનુષ્યક્ષેત્રમાં બે સમુદ્ર છે - લવણસમુદ્ર, કાળોદધિસમુદ્ર. (જુઓ ચિત્ર નં. ૩) મનુષ્યના જન્મ-મરણ મનુષ્યક્ષેત્રમાં જ થાય. તેની બહાર લબ્ધિ કે દેવાદિની સહાયથી જઈ શકાય પણ ત્યાં કોઈ મનુષ્યના જન્મ-મરણ ન થાય. મનુષ્યક્ષેત્રનું પ્રમાણ - જંબૂદ્વીપ
૧ લાખ યોજના લિવણસમુદ્ર (બે બાજુ થઈને) | ૪ લાખ યોજન ધાતકીખંડ (બે બાજુ થઈને) ૮ લાખ યોજના કાળોદધિસમુદ્ર (બે બાજુ થઈને) ૧૬ લાખ યોજન પુષ્કરવરાર્ધદ્વીપ(બે બાજુ થઈને) ૧૬ લાખ યોજના
૪૫ લાખ યોજના