________________
બે પ્રકારના રાહુ
૩૩ નિષધપર્વતની ઉપરના કૂટોની ઉપરની પહોળાઈ ૨૫૦ યોજન છે. તેમની બન્ને બાજુ ૮-૮ યોજને તારા ચરે છે. તેથી એક તારાથી બીજા તારાનું અંતર = ૮ + ૨૫૦ + ૮ = ૨૬૬ યોજન.
• મનુષ્યક્ષેત્રની બહાર બે ચન્દ્ર વચ્ચેનું અંતર સાધિક ૧ લાખ યોજન છે. આ વાત સંગ્રહણિસૂત્રમાં કહી છે. બૃહત્સંગ્રહણિમાં મનુષ્યક્ષેત્રની બહાર બે ચન્દ્ર વચ્ચેનું અંતર ૧ લાખ યોજન કહ્યું છે.
મનુષ્યક્ષેત્રની બહાર બે સૂર્ય વચ્ચેનું અંતર સાધિક ૧ લાખ યોજન છે. આ વાત સંગ્રહણિસૂત્રમાં કહી છે. બૃહત્સંગ્રહણિમાં મનુષ્યક્ષેત્રની બહાર બે સૂર્ય વચ્ચેનું અંતર ૧ લાખ યોજન કર્યું છે.
મનુષ્યક્ષેત્રની બહાર ચન્દ્ર-સૂર્ય વચ્ચેનું અંતર ૫૦,૦૦૦ યોજન છે.
• મનુષ્યક્ષેત્રની બહાર સૂર્યથી અંતરિત ચન્દ્ર અને ચન્દ્રથી અંતરિત સૂર્ય હોય છે. તે ચન્દ્ર સુખલેશ્યાવાળા અને સૂર્ય મન્ટલેશ્યાવાળા હોય છે.
રાહુ રાહુ બે પ્રકારના છે –
(૧) પર્વરાહુ- તે ક્યારેક અચાનક આવીને પોતાના વિમાનથી ચન્દ્રવિમાનને કે સૂર્યવિમાનને ઢાંકે છે. ત્યારે લોકોમાં ગ્રહણ થયુ એમ કહેવાય છે. ચન્દ્રગ્રહણ જઘન્યથી ૬ મહિને અને ઉત્કૃષ્ટથી ૪૨ મહિને થાય છે. સૂર્યગ્રહણ જઘન્યથી ૬ મહિને અને ઉત્કૃષ્ટથી ૪૮ વર્ષે થાય છે.
(૨) નિત્યરાહુ- તેનું વિમાન કાળુ છે. તે ચન્દ્રથી ૪ અંગુલના અંતરે ચાર ચરે છે. તે કૃષ્ણપક્ષમાં પોતાના પંદરમા ભાગથી દરરોજ ચન્દ્રની ૧-૧ કળાને ઢાંકે છે અને શુક્લપક્ષમાં દરરોજ ચન્દ્રની ૧