________________
જંબૂદ્વીપમાં તારા વિમાનોનું અંતર ગતિ - ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા ક્રમશઃ શીવ્ર ગતિવાળા છે. બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ ક્રમશઃ શીવ્ર ગતિવાળા છે.
ઋદ્ધિ-તારા, નક્ષત્ર, ગ્રહ, સૂર્ય, ચન્દ્ર ક્રમશઃ વધુ ઋદ્ધિવાળા છે.
ચિહ્ન - ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાના વિમાનવાસી દેવોના મુગટના અગ્રભાગ પર અનુક્રમે ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાના ચિહ્ન હોય છે.
વર્ણ - પાંચ પ્રકારના જ્યોતિષ દેવો કમળના ગર્ભ જેવા ગોરા હોય છે.
જંબુદ્વીપમાં તારાવિમાનોનું અંતર - નિર્વાઘાતે = પર્વત વગેરે વચ્ચે ન હોય ત્યારે. વ્યાઘાતે = પર્વત વગેરે વચ્ચે હોય ત્યારે
તારાનું | ઉત્કૃષ્ટ અંતર | જઘન્ય અંતર, વ્યાઘાતે | ૧૨,૨૪૨ યોજન | ૨૬૬ યોજના | નિર્વાઘાતે ર ગાઉ ૫૦૦ ધનુષ્ય
મેરુ પર્વતની પહોળાઈ ૧૦,000 યોજન છે. તેની બને બાજુ ૧,૧૨૧ – ૧,૧૨૧ યોજનને તારા ચરે છે. તેથી એક તારાથી બીજા તારાનું અંતર = ૧,૧૨૧ + ૧૦,૦૦૦ + ૧,૧૨૧ = ૧૨, ૨૪૨ યોજન. ૧. આ વાત બૃહત્સંગ્રહણિની મલયગિરિ મહારાજકૃત ટીકામાં કહી છે. સંગ્રહણિસૂત્રની દેવભદ્રસૂરિજી મ. કૃત ટીકામાં કહ્યું છે કે – “તારા દેવો પાંચ વર્ણના છે, શેષ જયોતિષ દેવો તપેલા સુવર્ણના વર્ણ જેવા (લાલ) છે. તત્ત્વ કેવળીગમ્ય છે.