________________
૨૮
મનુષ્યક્ષેત્રમાં ૬૬,૯૭૫ કોટી કોટી તારા શી રીતે સમાય? જે દ્વીપ-સમુદ્ર જેટલા લાખ યોજનાના વિસ્તારવાળો હોય તે દ્વિીપ-સમુદ્રમાં તેટલી પંક્તિ હોય. જેટલી પંક્તિ હોય તેટલો ગચ્છ છે. દરેક પંક્તિમાં ૪ની વૃદ્ધિ થતી હોવાથી ૪ ઉત્તર છે.
(ગચ્છ x ઉત્તર) – ઉત્તર + પહેલી પંક્તિના ચન્દ્ર-સૂર્ય = અંતિમ પંક્તિના ચન્દ્રસૂર્ય
બાહ્ય પુષ્કરવરાર્ધદ્વીપની અંતિમ પંક્તિમાં ચન્દ્ર-સૂર્ય = (૮ x ૪) – ૪ + ૧૪૪ = ૧૭૨ બાહ્ય પુષ્કરવરાર્ધદ્વીપની અંતિમ પંક્તિમાં કુલ ૧૭૨ ચન્દ્રસૂર્ય છે.
(પહેલી પંક્તિના ચન્દ્ર-સૂર્ય + અંતિમ પંક્તિના ચન્દ્ર-સૂર્ય) ગ૭ = તે દ્રીપ-સમુદ્રના કુલ ચન્દ્રસૂર્ય
બાહ્ય પુષ્કરવરાર્ધદ્વીપના કુલ ચન્દ્ર-સૂર્ય(૧૪૪ + ૧૭૨) x = ૩૧૬ ૪ ૪ = ૧, ૨૬૪ બાહ્ય પુષ્કરવરાર્ધદ્વીપમાં કુલ ૧,૨૬૪ ચન્દ્ર-સૂર્ય છે. આ રીતે બધા દીપ-સમુદ્રોમાં ચન્દ્ર-સૂર્યનું પરિમાણ જાણવું.
•૧ ચન્દ્રના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬,૯૭૫ કોટી કોટી તારા છે.
પ્રશ્ન - જો એક ચન્દ્રના પરિવારમાં ૬૬,૯૭૫ કોટી કોટી તારા હોય તો ૧૩૨ ચન્દ્રના પરિવારમાં ઘણા તારા થાય. જયોતિશ્ચક્ર મેરુપર્વતથી ૧, ૧૨૧ યોજન છોડીને ભ્રમણ કરે છે. તો મનુષ્યલોકમાં આટલા બધા તારા શી રીતે સમાય?
જવાબ - અહીં બે મત છે -
(૧) કોટી કોટી એ કોટીની જ સંજ્ઞા (નામ) છે. તેથી ૬૬,૯૭૫ કોટી તારા થાય. તેથી મનુષ્યક્ષેત્રમાં ૬૬,૯૭૫ કોટી તારા સમાય શકે.