________________
શબ્દલક્ષણ
પ્રમાણે પૂર્વસૂત્રોમાંથી લીધેલા વિશેષણપદોની જે અપેક્ષા રાખે છે અને જે શબ્દના પર્યાયરૂપ છે તે “ઉપદેશ”શબ્દ શબ્દનું (Rશબ્દપ્રમાણનું) લક્ષણ છે, એમ કેટલાક કહે છે. [જેમ ધ્રાણુ વગેરે ઇન્દ્રિયો નિયતપણે ગધ વગેરેનું જ યથાક્રમ ગ્રહણ કરે છે એને નિશ્ચય કરાવવા સૂત્રકારે ઈન્દ્રિયોને ગણાવતા સૂત્રમાં]-પ્રાણ, રસન, ત્વફ, ચક્ષુ અને શ્રોત્ર ભૂતામાંથી [ઉત્પન્ન થયેલી છે)' આ સત્રમાં ન્યાયસૂત્ર ૧.૧.૧૨]-“ભૂતમાંથી [ઉત્પન્ન થયેલી છે એ પંદ મૂકયું છે તેમ શબ્દની બાબતમાં તેના પ્રમાણ હોવારૂપ ધર્મને નિશ્ચય કરાવવા માટે તેમણે આ સૂત્રમાં “આપ્ત’પદ મૂક્યું છે. દિષ્ટ વિષયો યા ઈન્દ્રિયગમ્ય વિષયોની બાબતમાં તે બીજા પ્રમાણુ સાથેના સંવાદને આધારે શબ્દના પ્રમાણ હોવાને નિશ્ચય થઈ શકે પરંતુ અદષ્ટ વિષ યા અતીન્દ્રિય વિષયોની બાબતમાં તે આ રીતે તેના પ્રમાણ હેવાને નિશ્ચય થઈ શકતું નથી. એટલે આવા વિષયોની બાબતમાં તેના પ્રમાણ હોવાને નિશ્ચય કરવા માટે “આપ્ત’ પદ મૂકયું છે. દષ્ટ વિષયોમાં આપ્તને ઉપદેશ આવ્યભિચારી વગેરે વિશેષ ધરાવતા જ્ઞાનને જનક જણાય છે, એટલે અદષ્ટ વિષયોમાં પણ આપ્તને ઉપદેશ તેવો જ હોય કારણ કે તે આપ્તનો ઉપદેશ છે.] શબ્દપ્રમાણ ઉપદેશાત્મક હેઈ ઐતિહ્ય એ સ્વતંત્ર પ્રમાણ નહિ રહે કારણ કે તે પણ ઉપદેશરૂપ જ છે.
2. अन्ये तु ब्रुवते युक्तमुपदेशपदमेव शब्दलक्षणम् । युक्तं च तन्निश्चयार्थमाप्तग्रहणम् । पूर्वसूत्रोपात्तविशेषणपदानुवृत्तिस्तु नोपयुज्यते, सामान्यलक्षणानन्तरं विशेषलक्षणप्रक्रमात् । सामान्यलक्षणेन च स्मृत्यादिजनकसकलप्रमाणाभासव्युदासे कृते सजातीयप्रत्यक्षादिव्यवच्छेद एव केवलमिदानी वक्तव्यः । तत्र च पर्यायतया पर्याप्तमुपदेशपदमेव बुद्ध्यादिपदवदिति किं विशेषणानुवृत्तिक्लेशेनेति ।
2. બીજા કહે છે – શબ્દનું લક્ષણ ઉપદેશ” પદ જ છે એ ઠીક વાત છે. તેના પ્રિમાણ હેવારૂપ ધર્મને નિશ્ચય કરવવા માટે “આપ્તપદ મૂકવામાં આવ્યું છે એ વાત પણ બરાબર છે. પરંતુ પૂર્વસૂત્રોમાંથી લીધેલાં વિશેષણપદની અનુવૃત્તિ માનવી યોગ્ય નથી, કારણ કે પ્રમાણસામાન્ય લક્ષણ પછી તરત જ પ્રમાણુવિશેષલક્ષણે આપવાનું શરૂ કર્યું છે. સ્મૃતિ વગેરેના જનક જેટલા પ્રમાણુભાસે છે તે બધાની વ્યાવૃત્તિ પ્રમાણસામાન્યલક્ષણથી થઈ જતાં હવે તે કેવળ સજાતીય પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી શબ્દપ્રમાણુની વ્યાવૃત્તિને જ જણવવી જોઈએ. અને એમ કરવામાં તે શબ્દને પર્યાય હોવાને કારણે ઉપદેશ’પદ પર્યાપ્ત છે. ઉદાહરણાર્થ, બુદ્ધિ, ઉપલબ્ધિ જ્ઞાનના પર્યાયે હેવાને કારણે જ્ઞાનના લક્ષણ તરીકે આપવામાં આવ્યા છે- “બુદ્ધિ, ઉપલબ્ધિ, જ્ઞાન એ પર્યાય છે.' તે પછી વિશેષણપદની અનુવૃત્તિ માનવાને શ્રમ શા માટે લે છે ?
3. अपर आह-अनवलम्बितसामान्यलक्षणानुसरणदैन्यमनध्याहृतप्राक्तनविशेषणपदमाप्तोपदेशः शब्दलक्षणम् । न चाकारकेण शब्दान्तरकारिणा वा स्मृतिजनकेन वा संशयाधायिना वा शब्देन किञ्चिदुपदिश्यते इति निर्वचनसव्यपेक्षादुपदेशग्रणहादेव तन्निवृत्तिः सिद्धा । मिथ्योपदेशे तु रथ्यापुरुषादिवचसि विपरीत
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org