Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
પ્રિભુદાસભાઈ સંભાળતા. તેથી અમારી સંસ્થા સાથે પણ શેઠનો ઘનિષ્ટ સંબંધ હતો. નગીનદાસ શેઠ તેનું Jસમયના પાટણમાં આગેવાન શ્રેષ્ઠી હતા. તેમનો ધંધો મુંબઈમાં હતો છતાં ધાર્મિક કાર્યમાં વિશેષ રસ લેવાનેT
કારણે અહીં વતનમાં અવારનવાર આવતા અને દરેક ધાર્મિક પ્રવૃત્તિમાં રસ લેતા. 1 શેઠ નગીનદાસ દશાશ્રીમાળી જ્ઞાતિના હતા. તેમના મોટાભાઈ સ્વરૂપચંદ અને નાનાભાઈ મણીલાલ. આમ તેઓ ત્રણ ભાઈ હતા. તેમને ત્રણ સંતાનો હતાં. મોટો પુત્ર સેવંતીલાલ, નાનો પુત્ર રસિકલાલ અને પુત્રી કલાબેન. "
તેમનાં ધર્મપત્ની કેસરબેને નવપદની ક્રિયાસહિત ઓળી અને જ્ઞાનપંચમી તપ પૂર્ણ કરેલ. તેના iઉદ્યાપન નિમિત્તે શેઠે વિ.સં. ૧૯૮૨ના ફાગણ માસમાં તેમના પુત્ર રસિકલાલના લગ્નપ્રસંગે ભવ્ય ઉજમણું 1 કરેલ.
આ ઉજમણામાં તારંગાતીર્થની રચના સાથે ભવ્ય પાંચ દશ્યો આપવામાં આવ્યાં હતાં. 1(૧) ચારિસંજીવની ન્યાયે પોતાના બળદરૂપે થયેલા પતિને ચરાવતી યશોમતિનું દશ્ય. (૨) કુમારપાળ ઉપર કંટકેશ્વરી દેવીએ કરેલા ઉપસર્ગ. (૩) મહારાજા કુમારપાળના રાજ્યકાળ દરમ્યાનનો પ્રસંગ જેમાં જે અપુત્રીયાનું ધન રાજય ગ્રહણ કરતું હતું. 1 તે ટાળી અપુત્રીયાના ધનનો નહિ સ્વીકાર કરવા રૂપ કુબેરદત્ત શ્રેષ્ઠીના મૃત્યુના સમાચારનો પ્રસંગ | T(૪) કુમારપાળ મહારાજા પૌષધમાં હતા. પગે મંકોડો કરડ્યો. ચટકેલા મંકોડાનો સ્વભાવ - “તૂટે પણT
ઉખડે નહિ'. કુમારપાળે તેને બચાવવા પોતાની ચામડી કાપીને તેને બચાવ્યો તેનું દશ્ય. (૫) પંચ કોડીને ફૂલડે રાજા કુમારપાળને આપ્યા દેશ અઢાર” - પૂર્વભવમાં રાજા કુમારપાળે પાંચ કોડીના,
ફૂલડાંથી જિનેશ્વર ભગવાનની જે પૂજા કરી હતી તેનું દૃશ્ય.
આ પાંચ દશ્યો ખૂબ જ અદ્ભુત અને આકર્ષક હતાં.
આ ઉજમણાની વિશેષતા એ હતી કે બહારગામથી આવનાર દર્શનાર્થી સાધર્મિકો માટે વિ.સં. ૧૯૮૨ના ફાગણ વદ ૩ થી ૧૩ સુધી રસોડું ખુલ્લું રાખવામાં આવેલું. એટલું જ નહિ, તેમને માટે ઉતારાની પૂર્ણ વ્યવસ્થા કરેલી.
આ ઉત્સવને નિહાળવા પાટણની બાર ગાઉ ફરતા ગામડાંઓમાંથી જૈનો અને જૈનેતરો શહેરમાં ઉમટ્યા હતા. શહેર ભર્યું ભર્યું ભીડવાળું લાગતું હતું. રાતે તો આખા શહેરને આ રચના અતિ આકર્ષણ યોગ્ય હોવાથી લોકોની મોટી સંખ્યામાં જોવા માટે લાઈનો લાગતી.
ફાગણ સુદ ૧૩ ના દિવસે અચ્છેત્તરી સ્નાત્ર ભણાવાયું હતું. અષ્ટોત્તરી સ્નાત્ર પછી જૈન-જૈનેતરોની ! માગણીને લીધે ઉપરોક્ત રચના પંદર દિવસ સુધી લંબાવેલી. ! આ રચનાનું આયોજન રાધનપુર નિવાસી કમળશીભાઈ ગુલાબચંદની દોરવણીથી થયું હતું.' કમળશીભાઈમાં છ'રી પાળતા સંઘ, ઉજમણાં અને ઉત્સવના આયોજનની વિશિષ્ટ સૂઝ હતી. =============================== શેઠ શ્રી સંઘવી નગીનદાસે કરેલ ભવ્ય ઉજમણું
—
—
—
—
—
—
—
—
—
—
—
—
ક