Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
૪. પૂ. આ. નીતિસૂરિ મહારાજ પૂ. આ નીતિસૂરિ મ.નો પરિચય સૌ આચાર્યો કરતાં પહેલાનો છે. અમે પાટણ ભણતા હતા તે વખતથી તેમનો પરિચય થયો છે.
અમારા ગામમાં વિ.સં. ૧૯૭૪-૭૫નાં બે ચાતુર્માસ તેમના સાધુ મંગળવિજયજી અને મુક્તિ 'વિજયજીના અનુક્રમે થયાં. તે વખતે મારી ઉમર ૯ થી ૧૦ વર્ષની હતી. આ પછી પાટણમાં પં. શાંતિ : વિજયજી અને ઉપાધ્યાય દયાવિજયજીની પદવી ખેતરવશીના મહોલ્લામાં પાટણમાં થઈ ત્યારે નીતિસૂરિ 1 મ.નાં દર્શન કરેલા. ત્યારબાદ વિદ્યાભવનમાં ભણાવ્યા પછી પાલિતાણા, રાધનપુર અને અમદાવાદ તેમનો | lઘણો પરિચય થયો.
આ મહાત્મા મોટા પુરુષ હોવા છતા નાના-મોટા સૌ સાથે હળતા-મળતા. મોટાની સાથે મોટાની રીતે, નાનાની સાથે નાનાની રીતે વાત કરતા. કોઈ પણ સમુદાયના સાધુ મૂંઝાય અગર મુશ્કેલી અનુભવે
તો તેને મદદ કરતા. તે રૂઢિચુસ્ત કે સુધારક દરેકની સાથે ખૂબ સારો સંબંધ રાખતા. તેમનો ભક્તગણ ઘણો | 1વિશાળ હતો. પૂર્વપરંપરાનો વારસો પણ તેમને બધા કરતા ઘણો મોટો મળ્યો હતો. ઉત્તર ગુજરાત, I
રાજસ્થાન અને સૌરાષ્ટ્ર દરેક જગ્યાએ તેમના વડીલોનાં સ્થાન, ભંડારો તથા વંશપરંપરાગતના ભક્તો હતા.! ( તેમના કાળના આચાર્યો નેમિસૂરિ મ., સાગરજી મ.ની તુલનામાં જ્ઞાન ઓછું હોવા છતા લોકહૃદયમાં jતેમનું સ્થાન વિશિષ્ટ હતું. તેમના આ મિલનસાર સ્વભાવને લઈને તે કાળે તેમનો શિષ્યગણ પણ વિશાળj lહતો. શાસનનું કામ કરવાની ધગશને લીધે ગિરનાર, ચિત્તોડગઢ જેવાં મોટાં તીર્થોનો તેમણે જીર્ણોદ્ધારા કરાવ્યો હતો. તેમના હાથે સંઘો. ઊજમણાં. ઉપધાન, પ્રતિષ્ઠા વિગેરે વિવિધ કાર્યો ઘણા મોટા પ્રમાણમાં થયાં ! હતાં. 1 એ કાળના પંડિતો પ્રભુદાસભાઈ, વીરચંદભાઈ, ભગવાનદાસભાઈ, હીરાચંદભાઈ વિગેરે બધા તેમના સહકાર, પ્રેરણા અને મદદથી પંડિતો બન્યા હતા. તે બધા તેમની પ્રત્યે અંત્યત આદરભાવ રાખતા.
Tહતા.
1 પાટણથી નગીનદાસ કરમચંદ સંઘવીએ કચ્છ ગિરનારનો સંઘ કાઢ્યો. તે સંઘમાં તેઓ શરૂઆતથી |ગિરનાર સુધી હતા. સંઘ નીકળ્યો ત્યારે તેઓએ ગિરનારના જીર્ણોદ્ધારના કામનો પ્રારંભ કર્યો હતો. આ માટે | fપૈસાની સગવડ તેમજ જૂનાગઢનું રાજય નવાબી હોવાથી જીર્ણોદ્ધારમાં કાઈ વિક્ષેપ ન પડે તે માટેની કાળજી! Jરાખવાની હતી. આ માટે તેમણે કુનેહથી રાજયના અધિકારીઓનો સહકાર મેળવ્યો હતો. સંઘના પ્રયાણ
દરમ્યાન સંઘ એક ગામથી બીજે ગામ ચાર કે પાંચ માઈલનાં અંતરે પડાવ નાખતો ત્યારે આ. નીતિસૂરિજી 'મ. આસપાસનાં બે ત્રણ ગામ ફરી સંઘ ભેગા થઈ જતા. અને ગિરનારના જીર્ણોદ્ધારનાં કાર્યમાં જુદા જુદા ; સંઘો પાસેથી આર્થિક સહાય મેળવતા. આ જીર્ણોદ્ધાર પૂ. આ. મહારાજની મહેનતથી સાંગોપાંગ થયો છે. i
જીર્ણોદ્ધાર પહેલાં તે દેરાસરો કાળો ધબ્બ, શેવાળથી ભરેલાં અને એકદમ જીર્ણ-શીર્ણ, પડી જવાની અણી Tઉપરનાં હતાં. આ જીર્ણોદ્ધા પછી તે દેરાસરો ખૂબ જ નયન રમ્ય અને ચિત્તને આફ્લાદક બને તેવાં બન્યાં. તે બધો પ્રતાપ પૂ. આ. મ.નો છે.
આવી જ રીતે તેમણે ચિત્તોડનાં દેરાસરોના જીર્ણોદ્ધારનું કામ કર્યું છે. તે મારવાડ, મેવાડ કેj =============================== પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય
[૨૧૫ - - - - - - - - - - - - - - - - -