Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 223
________________ સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં દેરાસર, ઉપાશ્રય કે પાંજરાપોળ અગર કોઈ પણ ધાર્મિક સ્થાનોમાં | Iઊણપ હોય તો તે ઊણપ દૂર કરવામાં ફાળો આપ્યો છે. તેમજ ગામમાં હૂંસાતૂસીના લીધે કે વહીવટ ચોખ્ખો | ન હોવાથી પડેલા તડ તેમણે ઉકેલ્યા છે. મારો તેમની સાથેનો પરિચય મારા જીવનની શરૂઆતના સમયનો હતો. પણ રાધનપુર હું જ્યારે |કાંતિલાલ ઈશ્વરલાલની સંસ્થામાં હતો ત્યારે તેઓ રાધનપુર ચોમાસું હતા. આ ચોમાસામાં તેમનો વિશેષ | પરિચય થયેલો. તેમજ અમદાવાદ, પાલિતાણા વિગેરે સ્થળોએ તેમજ નગીનદાસ શેઠના સંઘમાં તેમનો I સવિશેષ પરિચય થયેલો. તેઓ સામો માણસ ભાવુક છે કે નહિ તેનો વિચાર કર્યા વિના દરેકને દીક્ષા લેવાનો ઉપદેશ આપતા. આ ઉપદેશના લીધે તેમજ તેમના જીવનની સરળતા અને પવિત્રતાના કારણે સામા માણસમાં ધર્મના સંસ્કાર પ્રજ્વલિત થતા. મને યાદ છે તે મુજબ હું નગીનદાસ શેઠના સંઘમાં હતો ત્યારે મને મારી ૨૧૭ કે ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા લેવાનો ઉપદેશ આપેલો. આ દીક્ષા લેવાઈ નહિ. પણ ૩૫ વર્ષની ઉંમર બાદ Iદીક્ષા લેવી તેવો સંકલ્પ કરાવ્યો. આશ્ચર્યની વાત છે કે ખરેખર તે જ ઉંમરે મારા વિચારોમાં પરિવર્તન આવ્યું. અને હું દર ચૌદસે પૌષધ કરતો થયો. અને મેં મારી સાથેનાં કેટલાક સાથીઓને પણ મારી સાથે દીક્ષા લેવા તૈયાર કર્યા. આ તૈયાર કર્યા બાદ હું તેપના પ્રશિષ્ય મંગળવિજયજી પાસે ડહેલાના ઉપાશ્રયે ગયો. તેમને મેં વાત કરી કે ‘“મહારાજ ! મારી ૩૫ વર્ષની ઉંમર છે. મેં મારી સાથે છ થી સાત ભણેલા મારા મિત્રો અને ' પરિચિતોને તૈયાર કર્યા છે. તેઓની સાથે મને દીક્ષા આપવા નરોડા મુકામે સારું મુહૂર્ત જોઈ પધારો”. તેઓ મને અને મારા કુટુંબને ઓળખતા હતા. હું તથા મારા સાગરીતો કોઈ જાહે૨ દીક્ષા લઈ શકે તેવી સ્થિતિ । Iન હતી. શરૂઆતમાં તો મંગળપ્રભસૂરિએ આ વાતમાં રસ લીધો. પણ નરોડા જવાનું નિશ્ચિત થયું ત્યાં તે I ગભરાયા. તેમણે કહ્યું, ‘‘આ મારું કામ નથી. કેમકે તમારા બધાની પાછળ કંઈક ને કંઈ જવાબદારી રહેલી છે. આને લઈને તમારી પાછળ કંકાસ-કજીયા થાય તેને હું પહોંચી વળી શકું તેમ નથી'. તેમણે અશક્તિ બતાવી. આ પછી સિદ્ધિસૂરિ મ.ને ત્યાં મેં પ્રયત્ન કર્યો પણ કોઈ અંતરાયને લઈ તે પ્રયત્ન સફળ ન થયો. ।અને તે અધ્યવસાય દીક્ષા તરફી ગૂંજતા હતા, તે ધીમે ધીમે મંદ પડ્યા. પૂ.આ. નીતિસૂરિ મ. ખૂબ જ ભદ્રિક પરિણામી અને સામાના દિલને જીતે તેવા મિલનસાર હોવાથી -તે જે કામ લેતા તે બધા કામ સારી રીતે પાર પડતાં. મતભેદ કે વિખવાદ થાય તેવા પ્રસંગે તેઓ કોઈ દિવસ આગ્રહવશ થતા નહિ. હંમેશા તે સંઘના સિંપના સમર્થક હતા. શરીરનો દેખાવ, વાક્પટુતાનો અભાવ શાસ્ત્રાભ્યાસ સામાન્ય, આ બધું છતાં તેમણે તેમના જીવનમાં ઘણાં-ઘણાં કામો કર્યાં છે. તેમણે હેમબૃહદ્ પ્રક્રિયા વિગેરે ગ્રંથો છપાવ્યા છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મેવાડ અને મારવાડ વિગેરેનાં ઘણા મંદિરોની પ્રતિષ્ઠાઓ કરી છે. ઉપધાન કરાવ્યાં છે. સંઘો કાઢ્યા છે. અને । Iતેજસ્વી માણસોને ધર્મમાર્ગે જોડ્યા છે. I તે કાળે જૈન શાસનમાં તેમનું સ્થાન મહત્ત્વનું હતું. તે જ્યારે શિવગંજના ચાતુર્માસમાં બિમાર પડ્યા ત્યારે હું તેમને મળ્યો. પણ તે વખતે તે ખૂબ સ્વસ્થ હતા. બિમારી છતાં ધર્મધ્યાનમાં હતા. શરીર ઉપરનો મમત્વભાવ નહોતો. શાસનના તે દર્શનીય પુરુષ ખૂબ જ સમાપિસ્થિતિમાં એકલિંગજીમાં કાળધર્મ પામ્યા. ૨૧૬] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238