Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 228
________________ jઅને ભગુભાઈ શેઠ જેવા આગેવાન હતા, તે આજે અસ્ત પામી ગયો. અને તમે પાંચ-છ સાધુ હતા તે આજે Iવિસ્તરી મોટા સમુદાયવાળા થયા. ભક્તો અને પરિવાર ક્યારે વિસ્તરે અને વિસરાય તેની કોઈને ખબર! પડતી નથી. વીરવિજયજી મ.ના કાળધર્મ પછી ૨૫ વર્ષ પછી કોઈ એનો સાધુ દેખાતો નથી”. મેં વધુમાં, કહ્યું, “આપ નક્કી કરો કે મારે સંઘમાં શાંતિ અને સંપ કર્યા વિના જવું નથી. અને નહિ કરો તો તમારા પછી તમારો શિષ્ય પરિવાર કાંઈ કરશે નહિ. એ તો એમ જ કહેશે કે અમારા ગુરૂએ કહ્યું તે સાચું. જેમ આજે સાગરજી મ.ના શિષ્યો કહે છે. તેમ તેથી જે કાંઈ કરવું હોય તે તમારા હાથે કરતા જાઓ. નહિ કરો તો Jપાછળનો પરિવાર એમ કહેશે કે રામચંદ્રસૂરિજી એવા આચાર્ય થયા હતા કે જેણે આ શાસન ૧૦૦ વર્ષ ડિહોળ્યું”. જવાબમાં તેમણે કહ્યું “જરૂર, આપણે આ વાત વિચારીશું, અને સંઘ એક થાય તેમ કરશું. તમે! વિચારજો અને આપણે મળશું”. આ પછી થોડા દિવસ બાદ તેમનો પ્રવેશ સાબરમતી પોખરાજ રાયચંદના ઉપાશ્રયે થયો. તેમણે 1 Iકુમુદભાઈ વેલચંદ દ્વારા કહેવરાવ્યું કે “પંડિતે શું વિચાર્યું ?” ત્યારે તેમણે કહ્યું, “સાહેબ ! આપનેT Uવિચારવાનું હતું”. તેમણે કુમુદભાઈને કહ્યું કે “પંડિતને કહેજો કે મને મળે”. કુમુદભાઈએ મને સમાચાર! આપ્યા કે મહારાજે તમને મળવાનું કીધું છે. આ સમય અષાઢ સુદ ૧૪ ની આસપાસનો હતો. અષાઢ સુદ ૧૪ બાદ એક દિવસ મળવાનો વિચાર હતો. પણ તેમની માંદગી વધી. આ માંદગી પછી થોડા શાતા થઈ, છે તેવા સમાચાર આવ્યા. પણ મહારાજશ્રી મહિના સુધી પરિશ્રમ લઈ શકે તેમ નથી, તે જાણતાં સાબરમતી | |જવાનો વિચાર મેં માંડી વાળ્યો. પણ થોડા દિવસ બાદ તેમને બકુભાઈ શેઠને બંગલે લાવવામાં આવ્યા. તેT માંદગી ઉત્તરોઉત્તર વધી અને તેઓશ્રી કાળધર્મ પામ્યા. મનની મનમાં રહી ગઈ. રામચંદ્રસૂરિજી મહારાજે આ કાળમાં દીક્ષાનો પ્રવાહ વહાવ્યો હતો તે નિઃશંક છે. શાસનમાં દીક્ષાઓ Jવધી તે તેમનો પ્રતાપ છે. લોકોને ધર્મના અનુરાગી બનાવી ધર્મચુસ્તતાનો નાદ તેમણે જગાવ્યો હતો.i તેમનામાં એક મોટો ગુણ એ હતો કે પ્રતિપક્ષીની વિરોધમાં વિરોધી વાત પણ તે સહૃદયતાપૂર્વક તે સાંભળી. Jશક્તા હતા, કોઈ દિવસ આ વિરોધી વાત પ્રસંગે ગરમ થતા ન હતા. પોતાનું કામ કરવું હોય ત્યારે ! વિરોધીને પોતાનો કરવાની આવડત તેમનામાં હતી. આ કાળમાં પોણો સોથી એંશી વર્ષનાં ગાળો તેમના નાદથી ગુંજિત થઈ તેમનો અવિહડ રાગી; બિનેલો સારો એવો જનસમુદાય હતો, જે તેમને જ ગુરૂ માનતો, અને બીજાને તિરસ્કારતો હતો. આમ, ખૂબT જ શક્તિ છતાં, તેમનાથી શાસનને મહત્ત્વનો લાભ થયો નથી. II IL I ===== ========= પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય - - - - - - - - - - - |

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238