Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરી એ બધું હવે ખોટું ? અને વિ.સં. ૨૯૪૭ થી નવું શરૂ કર્યું તે સાચું ? આ | કઈ રીત છે ? આ તમારી રીત વાજબી નથી. તમારે આ કરવું જોઈતું ન હતું”. આ પછી મેં કહ્યું, ‘‘વિ.સં. 1 ૧૯૮૧ થી વિ.સં. ૨૦૪૭ સુધીનાં ૬૭ વર્ષથી તો હું સંઘર્ષ કરતા જ તમને જોતો આવ્યો છું. અમારા ગૃહસ્થોમાં પણ વૃદ્ધ ઉંમર થાય ત્યારે કુટુંબમાં મતભેદ હોય તો તે દૂર કરવા પ્રયત્ન થાય છે. અને વૃદ્ધ માણસ વિચારે છે કે આપણે ક્યાં સુધી જીવવું છે ? જ્યારે તમે આ ૯૭ વર્ષની ઉંમરે નવો સંઘર્ષ કરો છો”. મને તેમણે પૂછ્યું, “તમને કેટલા વર્ષ થયા ?” મેં કહ્યું, “૮૩ વર્ષ થયા.” તેમણે કહ્યું, ‘‘હું તમારાથી ૧૪ વર્ષ મોટો છું”. મેં કહ્યું, “ના મહારાજ ! તમે મારાથી ૧૦ ગણા મોટા છો. તમે આચાર્ય છો. ખમા ખમા કરી પૂજાઓ છો. જ્યારે હું તો સંસારમાં ડૂબેલો છું”.
વધુમાં મેં કહ્યું, “સાહેબ ! ૯૭ વર્ષનો ગૃહસ્થ કરોડપતિ હોય તોય કોઈ તેની સંભાળ લેતું નથી. ખૂણામાં સડતો હોય છે. જ્યારે તમારી પાસે આજે શિષ્યો તમારો બોલ ઝીલતા હાજરહાજૂર છે. સિદ્ધિસૂરિ | !મ. ૧૦૫ વર્ષ જીવ્યા. પણ પાછલા વર્ષોમાં આંખે દેખતા ન હતા. તેમણે મૃગાંકવિજયજી કહે તેમ કરવું પડતું. ભદ્રસૂરિ મ. ૧૦૩ વર્ષ જીવ્યા. તેઓને ઓંકારસૂરિ જ્યાં બેસાડે ત્યાં.બેસવું પડતું. આ બંનેને છેલ્લા વર્ષોમાં તેમનો સ્વતંત્ર આદેશ નહોતો. જ્યારે તમે તો આજે સારી રીતે વાંચી શકો છો. વિચારી શકો છો.
અને તમે કહો તેમ તમારા શિષ્યો કરે છે. તમારે શિષ્યોનું કહેલું કરવું પડતું નથી, આમ તમે ખૂબ ।પુણ્યશાળી છો'.
I
તેમણે કપાળે હાથ મૂકી મારી વાતનો સ્વીકાર કર્યો. મેં કહ્યું, “હવે છલ્લે શાંતિ થાય અને સંઘર્ષ ટળે તેવું કાંઈક કરતા જાઓ”. તેમણે કહ્યું, પંડિત, શું કરવું તે તમે મને લખી આપો.’’ મેં કહ્યું, “મારું લખી આપેલું તમે થોડું કરવાના છો ? તમે મારા કરતાં વધુ બુદ્ધિશાળી છો. તમે જાતે જ નિર્ણય (સંકલ્પ) કરો કે મારે કોઈ પણ સંજોગોમાં સંઘમાં શાંતિ કરવી છે તો જ શાંતિ થાય. વધુમાં મેં કહ્યું, ‘‘તમે તમારા દીક્ષિત |જીવનની શરૂઆતમાં આત્મારામજી મ.ના પટ્ટધર કોણ તેની ચર્ચા ઉપાડી. પછી અંબાલાલ સારાભાઈનું વાછડા પ્રકરણ, યુવક સંઘ અને સોસાયટીની પ્રવૃત્તિ, તિથિ-ચર્ચા, નયસાર પ્રકરણ, ગર્ભાષ્ટમ, જન્માષ્ટમ પ્રકરણ, ટ્રસ્ટ એક્ટ પ્રકરણ, મહાવીર સ્વામી નિર્વાણનાં ૨૫૦૦ વર્ષ, શ્રી શંત્રુજયની પ્રતિષ્ઠા વિગેરે વિગેરે. જીવનમાં કોઈ દિવસ શાંતિ અનુભવી નથી. હવે છેલ્લે શાંતિ અનુભવો, અને સકલ સંઘમાં શાંતિ કરતા જાઓ. શાંતિ કરવાની વાત તમારા હૃદયમાં જાગે તો જ શાંતિ થાય”.
તેમણે જવાબ આપ્યો, “જરૂર, આ વાત વિચારીશું”. આગળ વધતાં તેમણે કહ્યું, ‘‘મને જ્યોતિષીઓ | ૧૧૧ વર્ષનું આયુષ્ય કહે છે”. મેં કહ્યું, “જ્યોતિષીઓનો વિશ્વાસ ન રખાય. ૨૦૧૪નાં મુનિ સંમેલન | વખતે જુદા જુદા વરતારા કાઢનારા જ્યોતિષીઓએ જે કહ્યું હતું તે સાચું પડ્યું નથી”. આ વખતે મુનિ હેમભૂષણે કહ્યું, ‘‘જ્યોતિષીઓએ ૨૦૧૪માં શું કહ્યું હતું ?” મેં કહ્યું, ‘૨૦૧૪માં કેટલાક જ્યોતિષીઓએ મ.ના માટે એમ કહ્યું હતું કે છેલ્લો તમારો સમય એવો આવશે કે તમને છેલ્લે પાણી પાનાર સાધુ પણ તમારી ।પાસે નહિ રહે. આ જ્યોતિષીઓના વરતારો ખોટો પડ્યો. આજે તમારી પાસે સાધુઓ છે અને તમે ઠેરઠેર |પૂજાઓ છો. માટે જ્યોતિષીઓ પર વિશ્વાસ ન રખાય. જે કરવું હોય તે તુરત કરો.”
આ પછી મેં કહ્યું, ‘‘કાળના ગર્ભમાં શું છૂપાયું છે તે કોઈને ખબર નથી. મોટા સમુદાયને અસ્ત થતાં વાર લાગતી નથી, અને નાનાને વિસ્તરતાં પણ વાર લાગતી નથી. વિમળનો સમુદાય, જેના મનસુખભાઈ
૨૨૦]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા