Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
આખું માળખું પરદેશથી આવેલું છે. તે મુજબ વહીવટમાં ફેરફાર કરે છે. કારણ કે સરકારમાં વહીવટકર્તાઓના સંસ્કાર ભારતની સંસ્કૃતિ કરતા પાશ્ચિમાત્ય સંસ્કૃતિના વધુ છે. પણ તેમાં આપણે કોઈ ખાસ ફેરફાર કરી શકીએ તેમ નથી. વસ્તીની ગણતરીએ આપણે ખૂબ અલ્પ છીએ. બુદ્ધિશાળીના નાતે આપણા ત્યાં મતભેદો! ઘણા છે. વ્યાપારપ્રધાન આપણો સંઘ હોવાથી તે રાજદ્વારી ક્ષેત્રમાં ભાગ ઓછો લે છે. જ્યારે કોઈ પણ કાયદો આવી પડે ત્યારે તે શરૂઆતમાં ઊહાપોહ કરે છે પણ આ ઊહાપોહ બહુ ચાલતો નથી. ખરી રીતે આપણે રાજદ્વારી ક્ષેત્રમાં ભાગ લેવો જોઈએ. જેને લઈ આવતા સુધારાઓને અટકાવી કે હળવા કરી શકાય.'
દેશનું વાતાવરણ જેમજેમ બદલાય તેમ તેને અનુરૂપ સંઘે તેમાં ધ્યાન રાખી સક્રિયતા દાખવવી! જોઈએ. આપણો ભૂતકાળ આપણે અલ્પ સંખ્યામાં હોવા છતાં લાગવગ અને સંબંધનાં જોરે તીર્થોની રક્ષા
કરી શક્યા છીએ તે બતાવે છે, અને ધર્મની પ્રભાવનામાં તેનો ઉપયોગ કરી શક્યા છીએ. આ બધી વસ્તુમાં jશાસનના અગ્રણીઓએ સક્રિય રહેવું જોઈએ, તેમજ આ. આદિ મુનિભગવંતોએ આ બધી બાબતમાં ધ્યાન | રાખી પ્રેરણા આપવી જોઈએ.
૮. ભગવાન મહાવીરના ૨૫૦૦ વર્ષનો નિર્વાણકાળ શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માનાં નિર્વાણ થયા બાદ ૨૫૦૦ વર્ષ થયાં તે ૨૫૦૦ વર્ષનો iઉત્સવ સરકાર તરફથી તેમજ જૈનો તરફથી ભારે ધામધૂમપૂર્વક ઉજવવાનો વિચાર આવ્યો. આ ઊજવણી માટે .
કેન્દ્ર તથા રાજ્ય સરકારે સારી રકમની ફાળવણી કરી. . આપણે ત્યાં એક વર્ગનો એવો વિચાર રજૂ થયો કે ૨૫૦૦ વર્ષની ઉજવણી પાછળ સરકારનો !
ઇરાદો મલિન છે. બુદ્ધ અને મહાવીરની ઉજવણી કર્યા બાદ જ્યારે ઇશુને ઉજવણી આવે ત્યારે સમગ્ર iદુનિયાની દૃષ્ટિએ ઉજવણી કરાય તેમાં પ્રાથમિક પગથાર રૂપે આ ઉજવણી છે. માટે આપણે આપણી રીતે | Tઓચ્છવ-મહોચ્છવ વિગેરેથી ઉજવીએ. આ વિચારના મૂળના પ્રેરક પ્રભુદાસભાઈ હતા, તે વિચારને કેટલાકI
સાધુભગવંતો અને ગૃહસ્થોએ ઝીલીને ચગાવ્યો હતો. તેમાંય ખાસ કરીને રૂઢિગત માન્યતાવાળા ગૃહસ્થો અને સાધુઓ સવિશેષ હતા. તેથી સરકારની સહાય અને પ્રચારનાં સાધનોનો જૈન શ્વેતાંબર સમાજે બહુ ઓછો ! ઉપયોગ કર્યો. જ્યારે દિગમ્બર સમાજે તેનો પૂરો ઉપયોગ કર્યો. તે ઉપયોગ દ્વારા તેમણે તેમનાં વિદ્યાલયો વિગેરેને સરકારની સહાયથી સદ્ધર બનાવ્યા.
ડહાપણનું કામ તો એ હતું કે જ્યારે કોઈપણ વિવાદ ઊભો થાય ત્યારે સંઘના અગ્રણી સાધુ તથા! આગેવાન ગૃહસ્થોએ મળી પરસ્પર સંઘર્ષ ન કરતાં એનો ઉપયોગ આપણી માન્યતાને બાધ ન આવે તે રીતે કરી લેવો. દુઃખની વાત એ હતી કે જ્યારે જ્યારે મતભેદના પ્રસંગો આવે ત્યારે મતભેદનો પ્રચાર કરાય ?
છે પણ પરસ્પર મળી એકબીજાનું દૃષ્ટિબિંદુ સમજવા પ્રયત્ન કરવામાં આવતો નથી. ૨૫૦૦ વર્ષની ઉજવણીના પ્રિસંગમાં પણ આવું બન્યું. આપણે કેન્દ્ર અને રાજય સરકારોની જે ભરપૂર મદદ મળતી હતી તે લઈ પ્રાચીન | Tગ્રંથોનો ઉદ્ધાર, અને જૈન ધર્મનો વિશિષ્ટ પ્રચાર કરવામાં ઉપયોગ કરવાની તક રાજય પાસેથી ઝડપી લીધી ! હોત તો તેમાં કાંઈ ખોટું ન હતું. પણ આખી ઉજવણી દરમ્યાન એકબીજા ઉપર દોષારોપણ કરવામાં આવ્યું. આ
આમ, જ્યારે જ્યારે કોઈ પણ મતભેદના પ્રસંગો જૈન શાસનમાં આવે છે ત્યારે પોતપોતાની રીતે | પ્રિચારકાર્ય અને જૂથ બંધાય છે. એકબીજાને હલકા પાડવા પ્રયત્ન થાય છે. પણ સાથે બેસી તે પ્રશ્નનો વિચાર
=============================== ૨૨૮]
| મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
IL
1