Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 236
________________ કરી સમજૂતી કરાતી નથી તે ઘણું દુઃખદ છે. આ મતભેદો કરનારા પોતાની જાતને શાસનની રક્ષાના સુકાની! Jતરીકે માનતા હોય છે અને લોકોમાં પણ તેવો પ્રચાર થાય છે. ખરી રીતે શાસનની રક્ષાના બદલે જાણે અજાણે તેમનાં હાથે અવહેલના થાય છે. ૯. કેસરીયાજી પ્રકરણ | કેસરીયાજી તીર્થ જૈન શ્વેતાંબર સંપ્રદાયનું છે. “શંખેશ્વર કેસરીયો સાર, તારંગે શ્રી અજિત જુહાર'T આ પંક્તિ સકલ તીર્થમાં આવે છે. અને સવારના પ્રતિક્રમણમાં સૌ કોઈ તીર્થવંદના રૂપે ગાય છે. કેટલાકI વર્ષોથી આ તીર્થ શ્વેતાંબર, દિગમ્બર જૈનો જ નહિ પણ અઢારે કોમનું બન્યું છે. સ્વરાજ્ય મળ્યા પછી, ધર્મસાગરજીએ આ તીર્થ ફરીથી શ્વેતાંબરોના હકમાં આવે તે માટે કેસ કરી સબળ પ્રયાસ કર્યો. પણ તેમાં | તેમને ધારી ફતેહ ના મળી. ખરી રીતે આ કેસમાં ધર્મસાગરજી મ. અને તેમને અનુસરનારા થોડા ગૃહસ્થો સિવાય કોઈએ રસT લીધો ન હતો. દિગંબરે તરફથી આ કેસની સુનવણી વખતે બધા આગેવાનો હાજર હતા. ધર્મસાગરજી! એમ.ના કરકસરીયા સ્વભાવને લીધે દાદા ચાંદજીને જે ફી આપવી જોઈએ તે છેક સુધી પહોંચાડી ન હતી. તેથી તેણે પણ પૂરો રસ ન દાખવ્યો. આમ, જોધપુર કોર્ટમાં કેસ જીતવા છતા સુપ્રિમ કોર્ટમાં હારી ગયા. ' ધર્મસાગરજી મ. ખૂબ લાગણી પ્રધાન પુરૂષ હતા. રાજ્ય સરકાર તરફથી કોઈપણ જાતના કાયદા | Tધર્મમાં ડખલ કરનારા આવે તો તે એકલા હાથે પ્રતિકાર કરતા. પ્રચારકાર્ય એમનું ઓછું હતું પણ પોતાની! જાત મહેનત દ્વારા વકીલોનો સંપર્ક સાધી સરકાર દ્વારા જ્યાં જ્યાં ડખલ ઊભી થતી ત્યાં ત્યાં તેઓ જીદંગી! સુધી પ્રતિકાર કરતા આવ્યા હતા. તેમની પાસે પૈસા ખર્ચવાનું બળ ઓછું હતું. તેને લઈ કેટલીકવાર આ પ્રતિકારમાં પાછા પડવું પડ્યું હતું. આજે જૈન સંઘને તેમની મોટી ખોટ છે. ૧૦. ૨૦૪રનો પટ્ટક, ૨૦૪૪નું મુનિ સંમેલન આ સંબંધમાં મારું મંતવ્ય એવું છે કે પૂ.આ. વિ. નેમિસૂરિ પૂ. સાગરાનંદસૂરિ વિગેરે મહાપુરૂષો ! જે કાંઈ નિર્ણય કરતા તે નિર્ણયને વળગી રહેતા અને કોઈ પણ સંજોગોમાં નિર્ણય કર્યા બાદ ફરતા ન હતા. જયારે વિ.સં. ૨૦૪રના પટ્ટકના પ્રસંગમાં મને એવો અનુભવ થયો છે કે સહી કર્યા પછી કોઈનું દબાણ આવે તો પોતાના હોદ્દાને અને સ્થાનને ગૌણ કરી ચલિત થવામાં આચાર્યો જરાય અચકાયા નથી. આ| l૨૦૪૨ના પટ્ટકમાં જાતે વાંચ્યા પછી સહી કરી છે. પાટ ઉપરથી અનુમોદન આપ્યું છે. અને છતાં પાછળથી! Jસહી પાછી ખેંચી છે અને ફરી ગયા છે. અર્થાત્ તેમને પોતાની જાત ઉપર વિશ્વાસ રહ્યો નથી. અને સમુદાય! ઉપરનો કાબૂ કે આમન્યા રહી નથી. ગૃહસ્થો પણ પોતાનું બોલેલું વચન પાળતા હોય છે ત્યારે આચાર્ય 'મહારાજ જેવા આચાર્યો સહી કર્યા પછી ફરે તે આ કાળનો જ પ્રભાવ મનાય. અને કોઈ પણ ડાહ્યો માણસ jતેમના વિશ્વાસે કામ કરે તો તેને પસ્તાવાનો વખત આવે તેવું મેં આ ૨૦૪૨નાં પટ્ટકમાં અનુભવ્યું છે. i વધુ દુઃખની વાત તો એ છે કે વર્ષો સુધી સાથે રહેલી અને એકબીજાના દુઃખમાં સહભાગી બનેલી. એવી વ્યક્તિઓ ઉપર પણ ઢંગધડા વિનાના આક્ષેપો મેં કરતા જોયા છે. આ સાધુજનોચિત વાજબી બન્યું નથી. વિ.સં. ૨૦૪રનો પટ્ટક સંઘ સમાધાનનો પટ્ટક હતો. શાસ્ત્રીય ચર્ચાના નિષ્કર્ષરૂપ ન હતો. i ================================ સમાલોચના] [૨૨૯ - - - - - - - - - - - - — — — — — — — –

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238