Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
વિ.સં. ૨૦૪૪નું મુનિસંમેલન ખરી રીતે વિ.સં. ૨૦૪રનાં પટ્ટક પછીનું કાર્ય કરવા માટે યોજાયું Tહતું. પણ ઓમકારસૂરિની દૂરંદેશીથી તેમણે બધાને સંકલિત કર્યા હતા. આ સંમેલનમાં ખુલ્લા દિલે ચર્ચામાં | વિચારણા થઈ હતી. પરસ્પર જુદાજુદા સમુદાયના યુવાન સાધુઓ એકબીજાની નજીક આવ્યા હતા. સંકોચ વિના સૌએ પોતાની વાતો રજૂ કરી હતી. આ સંમેલનની સફળતાનો આધાર ઓમકાર સૂરિની આવડત, રામસૂરિ ડહેલાવાળાની નિખાલસતા અને પ્રેમસૂરિની કુનેહને આભારી છે. બધાયે હળવા દિલ કરી નિખાલસભાવે ચર્ચા કરી હતી. અને સંઘનું પંદર આની ઐક્ય સધાયું હતું. આ સંમેલન ખૂબ યાદગાર હતું. Jઆ સંમેલનથી દરેક સમુદાયો ખૂબ નજીક આવ્યા છે. અને આજે પણ એક-બીજા હળતા-મળતા થયા છે તે Jઆ સંમેલનનું પરિણામ છે.
-
૨૩૦]
===================
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - --