Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
પ. પૂ. આ. નંદનસૂરિજી મહારાજ
(૧)
પૂ.આ. નંદનસૂરિજી મ. શાસનસમ્રાટ પૂ. આ વિજય નેમિસૂરિ મ.ના પટ્ટધર, પૂ.આ. વિજય । ઉદયસૂરિ મ.ના શિષ્ય હતા.
વિ.સં. ૨૦૦૫માં વિજય નેમિસૂરિ મ. કાળધર્મ પામ્યા, ત્યાં સુધીનો બધો કાળ નેમિસૂરિ મ.ના શાસનકાળની અંતર્ગત હોઈ તેમની બધી કાર્યવાહી પોતાના ગુરૂદેવની કાર્યવાહીમાં સમાઈ જાય છે.
ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમસ્વામીનો અનન્ય ગુરૂભાવ હતો, તેવા ગુરૂભાવનું દર્શન આ કાળમાં | નેમિસૂરિ મ. પ્રત્યે ઉદયસૂરિ મ. અને નંદનસૂરિ મ. માં થયું હતું. ગુરૂ મહારાજ કોઈ પણ વસ્તુ કહે તેનો અનન્યભાવે સ્વીકાર અને સમર્પણ તેમનામાં હતું. તેમણે ગુરૂ મહારાજ જીવ્યાં ત્યાં સુધી કોઈ દિવસ ! ગુરૂમહારાજથી જુદું ચાતુર્માસ કર્યું નથી, અને તેમનાથી કોઈ દિવસ જુદા પડ્યા નથી. ગુરૂમહારાજનો પણ તેમની પ્રત્યે અનન્ય ભાવ હતો. ઉદય અને નંદન એ શબ્દ તેમના મોઢામાં સદા રમતો હતો. ગુરૂ મહારાજની સાથે ચોમાસાં કરવાથી તેમની શિષ્યસંપત્તિ વધી નહિ, પણ ગુરૂ મહારાજનો તમામ વારસો, સંઘનો સદ્ભાવ, 1પ્રભાવ વિગેરે તેમને મળ્યો હતો.
સંઘમાં કુસંપ ન થાય તેવી પ્રવૃત્તિ કરવી, શાસનની પ્રભાવના જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું વિગેરે ગુરૂમહારાજના ગુણો ઉપરાંત વાસ્તવિક દર્શન, અને નાનામાં નાના માણસની પણ સાચી વાત હોય તો તેનો સ્વીકાર કરવાની તૈયારી, અને પ્રબળમાં પ્રબળ વિરોધીઓના વિરોધ વચ્ચે પણ સાચી વસ્તુ રજૂ |કરવાની હિંમત, અને કોઈ પણ વાત રજૂ કરતાં પહેલાં તેનાં સચોટ પુરાવા મેળવ્યા પછી જ તે વાત રજૂ કરવાની રીતનું તેમનામાં સવિશેષ દર્શન થતું.
(૨)
અમે પાટણ વિદ્યાભુવનમાં ભણતા હતા ત્યારે નંદનસૂરિ મ.ને નેમિસૂરિ મ. પાસે જોયેલા. તે વખતે । Iતેમની ઉંમર યુવાન હતી. તે સમયમાં પાલિતાણા દરબાર સાથે તેને આપવાની રકમનાં વિરોધના લીધે | શત્રુંજય ગિરિરાજનાં દર્શન સમાધાન ન થાય ત્યાં સુધી બંધ કરવાનો આદેશ પેઢીએ સકલ સંઘોને આપ્યો હતો. તેનું પાલન બધા સંઘો કરતા હતા. આ પાલિતાણા દરબારની કાર્યવાહી વિરુદ્ધ એક સભા પાટણ દોશીવટમાં ભરાઈ હતી. તે વખતે નંદનસૂરિ મહારાજે નેમિસૂરિ મ.ના સાંનિધ્યમાં રહી સુંદર, ઉત્સાહપ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું. આ પછી પણ જ્યારે જ્યારે સંઘમાં કોઈ પણ વિવાદાસ્પદ પ્રશ્ન ઊભો થયો ત્યારે 1નંદનસૂરિ મ.ની સમક્ષ પૂજ્ય નેમિસૂરિ મ. તે વિવાદાસ્પદ પ્રશ્નનો ઉકેલ રજૂ કરતા. તે વખતે તે તત્તિ | 1કરી સ્વીકારતા અને નમ્રભાવે જે કાંઈ કહેવાનું હોય તે કહેતા. પણ આ બધુ સમર્પણભાવે જ કરતાં.
નેમિસૂરિ મ.ના કાળધર્મ બાદ નેમિસૂરિ મ.નું સ્થાન તેમને મળ્યું હતું. શાસન પક્ષના તે સર્વેસર્વા |હતા. તેમનો બોલ ખૂબ જ મહત્ત્વનો ગણાતો. તે પૂર્વપરિચિતની ખોટી વાતમાં અને વિરોધીની સાચી વાતમાં । બંનેમાં સમતોલપણું રાખી વિચાર કરતા.
પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય]
[૨૧૭