Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
પહેલાં વિદ્યાશાળાએ બાપજી મહારાજને મળીએ અને પછી સુરેન્દ્રનગર જઈએ. તે મુજબ ભગુભાઈ શેઠI વિગેરે બધા વિદ્યાશાળાએ બાપજી મહારાજને મળવા ગયા, અને ૨00૪ સંવત્સરી બાબતની મિટિંગની વાત! કરી. મહારાજે કહ્યું, “આ રીત ખોટી છે. કોઈ સાધુએ કોઈ ગૃહસ્થને જવાબદારી સોંપી નથી. અને કોઈ ગૃહસ્થ કોઈ જવાબદારી લે તો તે માટે સાધુઓ બંધાયેલા છે એમ માનવું નહિ.” આમ કેશુભાઈને ત્યાંની ; સંવત્સરી અંગેની વાત ખોરંભે પડી.
પરંતુ વિ.સં. ૨૦૦૪માં નેમિસૂરિ મહારાજે ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯ની માફક ભાદરવા સુદ ! પાંચમના ક્ષયે બીજા પંચાંગનો આશરો લઈ ભા.શુ. છઠનો ક્ષય કરી ભાદરવા શુ. ૪ ની સંવત્સરી કરી. આ વખતે ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯માં જેમના વડીલોએ ભા. શુ. છઠનો ક્ષય કર્યો હતો તેમાંથી ડહેલાના jઉપાશ્રયના સુરેન્દ્રસૂરિજી મહારાજ તથા બુદ્ધિસાગરસૂરિ વિગેરેનો સમુદાય સાગરજી મહારાજના પક્ષમાં જોડાયો. | પણ નેમિસૂરિજી મહારાજનું વર્ચસ્વ હોવાથી મુંબઈ ગોડીજી તથા અમદાવાદ વિગેરે ઘણાં સ્થળે નેમિસૂરિજી મ.સા. ના કહેવા પ્રમાણે થયું. i આ વખતે નેમિસૂરિજી મહારાજે ભા.શુ. પાંચમના ક્ષયે છઠનો ક્ષય કર્યો હતો અને રામચંદ્રસૂરિજી i
મહારાજના પક્ષે પંચાંગમાં આવેલ ભા.શુ. પાંચમનો ક્ષય યથાવત્ રાખ્યો હતો. આમ પંચાંગમાં જણાવવાનો ! ફિર હતો પણ દિવસ અને વાર એક હતો. આથી નેમિસૂરિ મહારાજ અને તેને અનુસરતા સંઘો તથા !
રામચંદ્રસૂરિજી મહારાજ અને તેને અનુસરતા સંઘોની સંવત્સરી એક દિવસે થઈ. જુદા પડવામાં સાગરજી jમહારાજ, સુરેન્દ્રસૂરિજી મહારાજ અને પ્રતાપસૂરિજી વિગેરે કેટલોક પક્ષ જુદા દિવસે સંવત્સરી કરનારો થયો. ! આ વખતે મુંબઈમાં ભોગીલાલ લહેરચંદની ઓફિસમાં મુંબઈના આગેવાનોની એક મિટિંગ મળી ! હતી. તે મિટિંગમાં મને બોલાવ્યો હતો. આ મિટિંગમાં પૂ. આ. નેમિસૂરિ મહારાજની માન્યતા મુજબ અને ! સાગરાનંદસૂરિ મહારાજની માન્યતા મુજબ ઘણી ચર્ચા થઈ. અને અંતે મુંબઈએ નેમિસૂરિમહારાજની માન્યતા ; jમુજબ સંવત્સરી કરવાનો નિર્ણય કર્યો.
શ્રીભોગીલાલ લહેરચંદ સાથે આ પછીથી જ મારો ગાઢ સંબંધ બંધાયો. અને તે ઠેઠ સુધી રહ્યો. | સામાન્ય ધારણા એવી હતી કે વિ.સં. ૧૯૯૨ અને ૯૩માં આરાધ્ય પંચમીના આગળના દિવસે સંવત્સરી : jકરવાનું નેમિસૂરિ મહારાજે રાખ્યું હતું. તે વિ.સં. ૨૦૦૪માં પણ આરાધ્ય પંચમીના આગળના દિવસે પસંવત્સરી કરવાનું રાખશે. પણ તેમ ન કરતાં ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯નો આશરો લઈ કરવાનું રાખ્યું!
તેથી ઘણાંને આશ્ચર્ય થયું. | મેં ત્યાર પછી પૂ. આ. મહારાજને પૂછ્યું કે સાહેબ આપે ૧૯૯૨માં ને ૧૯૯૩માં વિ.સં. 1 I૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૧નો રસ્તો ન અપનાવ્યો. અને આ વખતે ૧૯૯૨-૯૩ના આપના આરાધ્ય | Jપંચમીના આગળના દિવસે સંવત્સરી કરવી તે શિરસ્તાને ન અપનાવતાં કેમ ૧૯૫૨, ૧૯૬૧ ને ૧૯૮૯નો ! શિરસ્તો અપનાવ્યો? તેના જવાબમાં તેમણે કહ્યું, “જો, હું વિ. સં. ૯૨ અને ૯૩ ની માફક કરું તો આ ! જે તિથિનો મતભેદ પડ્યો છે તે કોઈ રીતે ક્યારેય પણ ઉકેલાય નહિ. જો હું ૨૦૦૪માં ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯નો આશરો લઉં તો હું કહી શકું કે અમારા વડીલોએ જે કર્યું હતું તે કર્યું. હવે આ સંબધે આપણે 1 સાથે બેસી વિચાર કરીએ અને જે શાસ્ત્રથી અને પરંપરાથી સિદ્ધ થાય તે આખો સંઘ આચરે. જો હું ૨૦૦૪માં |
================= ============== તિથિ ચર્ચા
- - -
[૮૧)