Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
પોકાર્યા. ધાંધલ ધમાલ કરી. પણ કશું વળ્યું નહિ.
આ પછી ધીરજલાલે જૈન જ્યોતિના વધા૨ા કાઢ્યા. પેમ્ફલેટો વહેંચ્યાં. આ બધુ કર્યું, પણ નેમિસૂરિ મ. શાંત હતા. તેમણે આ પ્રતિકારને જરાય ધ્યાનમાં ન લીધો. છેવટે યુવક સંઘવાળા થાક્યા અને આ પ્રકરણ પૂરું થયું.
૩. રતલામ પ્રકરણ
રતલામમાં શાંતિનાથ ભગવાનનું એક મોટું દેરાસર છે. આ દેરાસરમાં પૂજારી તરીકે વંશપરંપરાગત બ્રાહ્મણો પૂજા કરતા હતા. તેઓ જૈનેતર હોવાથી તેમણે પોતાની પૂજા માટે મહાદેવ વિગેરેની સ્થાપના દેરાસરના ગભારામાં એક બાજુ કરી હતી. આ એ કારણે બનેલ કે વચગાળામાં દેરાસરનો પૂરો વહીવટ |સંભાળપૂર્વક ન રાખતા હોવાથી બ્રાહ્મણોએ આવું કરેલું. તેની શરૂઆતમાં કોઈને ખબર પડેલી નહિ. અને1 પછીથી ખબર પડી ત્યારે આપણા જૈનોએ તેની ઉપેક્ષા કરી. આ કેટલાક વર્ષથી ચાલતું હતું. તેમાં જૈનો તથા ચાતુર્માસ દરમ્યાન આવતા સાધુઓને પણ ખબર હતી. છતાં જૈન-જૈનેતરો વચ્ચે કજિયો થાય તે બીકે કોઈ કાંઈક કરતા ન હતા.
વિ.સં. ૨૦૧૦-૧૧ની સાલનો આ સમય હતો. સાગરજી મ.ના સાધુઓ ત્યાં ચાતુર્માસ રહેલ, તેમણે આ જોયું. શ્રાવકોને ઉપેક્ષા બદલ ઠપકો આપ્યો. અને એક દિવસે આ મહાદેવ વિગેરેની સ્થાપના શ્રાવકોની સાથે મળી ઉખેડી બહાર કાઢી નાખી. પરિણામે જૈન-જૈનેતરમાં મોટો વિખવાદ થયો. તે વખતે ત્યાં આ કામ કરનારા શ્રાવકો ઉપર વોરંટ કાઢ્યું. તેમને પકડ્યા અને જેલમાં પૂર્યા. આ પકડાનારાઓમાં કેટલાક બુઝર્ગ પ્રતિષ્ઠિત સારા આગેવાન જૈન ધર્મીઓ પણ હતા. જેને લઈને જૈન સમાજમાં મોટો ઊહાપોહ | જાગ્યો. હું તે વખતે સંસ્કૃતિ રક્ષક સભાનું કામ સંભાળતો હતો. અને ધર્મસાગરજી મ.ની બધી પ્રવૃત્તિઓમાં | જોડાયેલો હતો.
ધર્મસાગરજી મહારાજે માળવામાં ચોમાસું કરેલું હોવાથી અને રતલામ, ઉજ્જૈન, ઇન્દોર વિગેરે |સાગરજી મ.ના ભક્ત શ્રાવકોના ક્ષેત્રો હોવાથી તેમના કહેવાથી હું રતલામ ગયો. તેમના આગેવાનોને | મળ્યો. આ અંગે તારો વિગેરે જે કરવા પડે તે કર્યા. જો કે હું ગયો તે દરમ્યાન તો જે શ્રાવકોને પકડ્યા હતા । તેમને છોડી મૂક્યા હતા. પણ જૈનોમાં ભયનું વાતાવરણ હતું. જૈનેતરોની વસ્તી મોટી, અને જૈનોની સંખ્યા! ઓછી હતી. ઉપરાંત આ સંઘર્ષ લાંબો ચાલે તો સ્થાનિક સંધોને ખૂબ શોષવું પડે તેમ હતું. તેથી સમાધાનનો રાહ અપનાવાયો. આ પછી તો આ કાર્ય શ્રીયુત રમણલાલ દલસુખભાઈએ સંભાળ્યું. તે મુંબઈથી આવ્યા. કલેક્ટર વિ.ને મળ્યા. સ્થાનિક સંઘોને પણ મળ્યા. અને કહ્યું કે મ.શ્રીના કહેવાથી આ ઉતાવળ કરવાની | જરૂર ન હતી. સલાહ સંપથી કામ લેવાની જરૂર હતી. આ પ્રસંગને લઈ મારો રમણભાઈ શેઠ સાથે વિશેષ પરિચય થયો. રમણભાઈ શેઠે સાદ્યંત આ કામ સંભાળ્યું.
રતલામમાં મુખ્ય આગેવાન તેજરાજજી હતા. કોઈ પણ સંઘ રતલામ આવે ત્યારે તેમના તરફથી વર્ષો થયા સાધર્મિક જમણ ભક્તિપૂર્વક અપાતું. આ કુટુંબની પ્રસિદ્ધિ સારાયે જૈન સમાજમાં હતી. દગડુમલ અને મિશ્રીમલ એ રતલામના વતની હતા. પાછળથી તેમણે દીક્ષા લીધેલી. એ સમયમાં મિશ્રીમલજી | કર્મગ્રંથ, કમ્મપયડીનાં ઘણા સારા વિદ્વાન ગણાતા. ગુજરાતમાંથી સાધુઓ તેમની પાસે ભણવા જતા.
રતલામ પ્રકરણ]
[૧૫૩