Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
ભગવાનની મૂર્તિઓ તેમજ મંદિરનું કામ તો તેમણે પ્રભાશંકર મિસ્ત્રીને સોંપ્યું. આ કામ માટે પૈસાની | સગવડ કરવા એક યોજના ઘડી. આ યોજનામાં ૪૪ ચૌમુખજી ભરાવવાના અને પ્રતિષ્ઠા કરાવવાના એક ચૌમુખજી દીઠ રૂા. ૩૫∞ રાખ્યા. અને મુખ્ય દેરાસર બનાવવાનો પોપટલાલ ધારશી અને તેના કુટુંબને લાભ આપ્યો. જોડે સિદ્ધચક્ર મંદિર બનાવ્યું. તેનો લાભ અમૃતલાલ કાલીદાસ દોશી જામનગરવાળાને આપ્યો.
(૭/૨)
પૂ. સાગરજી મહારાજે આ આગમો કોતરાવવાનો નિર્ણય કર્યો ત્યારે અક્ષરો લખી ટાંકણાથી કોતરાવવાની રીત પ્રસિદ્ધ હતી. સાગરજી મને લાગ્યું કે આમ કરવામાં અક્ષરોનું એકસરખાપણું સચવાવું મુશ્કેલ બનશે. અને આમ કરવા પાછળ ઘણાં વર્ષનો સમય જશે. આ માટે કોઈ એવી પદ્ધતિ મળે કે છાપેલા અક્ષરો જેવું કોતરકામ થાય તો સારું ! તેમણે આ માટે ઘણા માણસોનો પરિચય સાધ્યો. તેમને એક જાપાનીઝ શિલ્પી મળ્યા. તેણે આ કામ કરવાનું વચન આપ્યું. પણ તેની કિંમત સાગરજી મહારાજે આગમોના કોતરકામ |માટે જે રકમ નક્કી કરી હતી તેનાથી ખૂબ વધુ હતી. અને એક વાર લોકો પાસેથી રકમ નક્કી કર્યા બાદ| |બીજી વા૨ વધુ માગણી કરવી તે ઉચિત ન લાગવાથી તે અચકાયા. તેમણે જુદી જુદી ટાઇપ ફાઉન્ડ્રીઓ વાળા અને જુદા જુદા સાહસિકોનો પરિચય સાધ્યો. પણ આ બધામાં તેમને કોઈ ખાસ સફળતા મળી નહિ. આ અરસામાં ઉત્કૃષ્ટ મુદ્રણાલયવાળા અમદાવાદના પુરુષોત્તમદાસ શંકરલાલ મને મળ્યા. તેમણે મને કહ્યું, હું આ કામ કરી આપું. પણ તેનાં પ્રાથમિક ખર્ચ માટે મને પહેલા પૈસા મળવા જોઈએ. કામ કર્યા બાદ પૈસા |આપવાના હોય તો મારી શક્તિ પૈસા રોકવાની નથી. મેં મહારાજશ્રીની સાથે તે પુરુષોત્તમદાસનો સંબંધ |કરાવી આપ્યો. મહારાજને લાગ્યું કે માણસ હોંશિયાર છે. પણ પૈસા પહેલાં રોકી શકે તેમ નથી, અને શ્રાવકો પહેલાં પૈસા આપવામાં વિશ્વાસ મૂકે કે નહિ તે મોટો સવાલ છે. પણ પછી તેમણે જોયું કે જાપાનીઝ પાસે અને બીજા પાસે કામ કરાવવામાં લગભગ સવા લાખથી દોઢ લાખ ખર્ચ થયો હતો જ્યારે આ માણસ છાપેલા અક્ષરો જેવા અક્ષરો પથ્થર ઉપર છાપી ટાંકણા સિવાય એસિડથી કોરી ૬૦૦૦૦માં કરી આપવા તૈયાર હતો.
છેવટે તેમણે નક્કી કર્યું કે તેમને જે પૈસા જોઈશે તે અમે આપીશું. પણ પાલિતાણામાં રહી આ આગમોના મૂળ પાઠને મુદ્રણમાં વપરાય છે તેવા અક્ષરો પથ્થર ઉપર છાપી કોતરવાનું કામ કરવાનું રહેશે. આ માટે તેને જોઈતી બધી સગવડ પૂરી પાડીશું.
પરંતુ મને કહ્યું કે તેમાં તમે સાર્મી બનો. જો કે આ સાક્ષી થવામાં ભવિષ્યમાં અમારે તમારી સામે | કાંઈ કરવાનું નથી. પણ તમે સાક્ષી હશો તો તેના પર દબાણ રહેશે. અને આ કામ તે પૂરું કરશે. જો તમે સાક્ષી નહિ હો તો તેને વધુ ખર્ચ લાગશે કે અડચણ પડશે તો કામ છોડી દેશે. માટે તમે સાક્ષી રહેવાનું રાખો. આ આપણે સમજવાનું છે.
,
આ મુજબ પુરુષોત્તમદાસ સાથે દસ્તાવેજ થયો. તેમને કામ સોંપાયું. તેમણે બહાદુરસિંગજી પ્રિન્ટિંગમાં રહી નિર્ણય સાગરમાંથી થ્રી લાઈનના સંસ્કૃત ટાઇપો મંગાવી કમ્પોઝ શરૂ કર્યું. પૂ. સાગરજી મ. પાસે વંચાવી | શિલાઓ ઉપર છાપવા માંડ્યાં. અને આ શિલાઓને પાણીમાં ડૂબાડી એસિડ દ્વારા અક્ષરોને કોતરાવ્યા. આ કામ ચાલતું હતું તે દરમ્યાન પુરુષોત્તમદાસનાં પત્ની અને જુવાન છોકરો ગુજરી ગયા. એના આગમ મંદિર]
[૧૫૯