Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 200
________________ સરકારના દીક્ષાવિરોધી કાયદા વખતે તેના પ્રતિકારમાં પણ તે સહભાગી હતા. જૈન સંઘની કેટલીક ચર્ચામાં ભાગ લેવા બદલ તેમને ઘણી વખત મોટા આચાર્યો તથા આગેવાનો jતરફથી પણ દુર્ભાવ સહન કરવો પડ્યો હતો. મુંબઈ સરકારમાં દીક્ષાવિરોધી એક બિલ ધારાસભામાં આવવાનું હતું. તે વખતે પ્રેમસૂરિ મ. પૂના હતા. તેમણે અને તેમના સમુદાયે પ્રતિકાર માટે પ્રયત્ન કર્યો. તેમાં આગેવાન આચાર્ય ભગવંતોની સહીઓ લેવાની હતી. આ સહી માટે તેઓ પ્રથમ પાજરાપોળના ઉપાશ્રયે ઉદયસૂરિ મ. પાસે ગયા. ઉદયસૂરિ મહારાજે કહ્યું, “અમને સહી આપવામાં વાંધો નથી. પણ તમે પૂ. બાપજી મ.ની સહી પહેલાં લઈ આવો, Iકેમકે તે અમારા બધા કરતા મોટા છે.” જીવાભાઈ શેઠ વિદ્યાશાળાએ બાપજી મ. પાસે આવ્યા. બાપજી મ.T તે વખતે આંખ બહુ ઓછું દેખતા હતા. જીવાભાઈ શેઠે તેમને કહ્યું, “મ. સાહેબ, ૧૯૯૦ના મુનિ | સંમેલનના પટ્ટક ઉપર સહી કરનારા નવ આચાર્યો પૈકી આપ એક હયાત છો. આઠેય આચાર્યો કાળધર્મ, 1 પામ્યા છે. આપ સૌથી વડીલ અને વૃદ્ધ છો. એટલે હું આપની પહેલી સહી લેવા આવ્યો છું.” આ વાત |મહારાજને અવળી સમજાઈ. તેમણે કહ્યું, “આઠ ગયા, હું ન ગયો એમ તારું કહેવું છે ને ? પણ શું થાય? | મારા હાથની વાત થોડી છે?” આ વાત વખતે શેઠ ચીમનલાલ કડિયાના બનેવી પુરુષોત્તમદાસ હાજર હતા.' 'તેમની પાસેથી અને પછીથી જીવાભાઈ પાસેથી આ વાત સાંભળી. વાત કરવામાં કેવું ઊંધું પડે છે તેનું આ| દષ્ટાંત છે. બીજો પ્રસંગ વિ.સં. ૧૯૯૩ આસપાસનો છે. જે વખતે સાગરજી મ. અને નેમિસૂરિ મ. સાથેT |જામનગર ચોમાસું હતા. ચોમાસું ઊતર્યા બાદ ખંભાતમાં શાસ્ત્રીય ચર્ચા કરવાનું નક્કી થયું હતું. આ નક્કી! જીવાભાઈ શેઠ કરી ગયા હતા, પણ પાછળથી રામચંદ્રસૂરિજી મહારાજે મારે મહારાષ્ટ્ર તરફ વિહાર કરવાનો છે તેમ જણાવી ના પાડી અને બીજા તેમના સિવાય ચર્ચામાં ભાગ લેવા તૈયાર ન થયા. ત્યારે આ વાત કરવાનું jજીવાભાઈ શેઠ નેમિસૂરિ મ. પાસે આવ્યા. ત્યારે તેમનો વાંક નહોતો છતાં આ કામમાં પડવા બદલ નિંદનસૂરિજી મ. તરફથી ઘણું સાંભળવું પડ્યું હતું. આવા ઘણા પ્રસંગો જીવાભાઈ શેઠના જીવનમાં બન્યા] છે. પણ તે અટલ શ્રદ્ધાળુ હોવાથી સાધુ-સાધ્વીઓના સતત પરિચયમાં રહ્યા છે. સવાર સાંજ પ્રતિક્રમણ,! પૂજા-સેવા, નવકારશી, ચઉવિહાર, તપ જપ, પૌષધ વિગેરે ધર્માનુષ્ઠાનમાં સતત પરોવાયેલા રહેવા છતાં વ્યાપાર, સમાજ અને જૈન શાસનમાં તે અગ્રગય પુરુષ હતા. તેમની ખોટ શાસનને સદા રહેશે. શેઠ ભોગીલાલ લહેરચંદ અમે પાટણ ભણતા હતા ત્યારે પાટણના આગેવાનોમાં ભોગીલાલ શેઠનું નામ જાણીતું હતું.i પાટણમાં કોઈ વિશિષ્ટ પ્રસંગ હોય અને મુંબઈથી આગેવાનો પધારવાના હોય ત્યારે તેમાં ભોગીલાલ શેઠI મુખ્ય ગણાતા. - તેમનો પરિચય મને વિ.સં. ૨૦૦૪માં સંવત્સરીનો પ્રશ્ન આવ્યો ત્યારે થયો. મુંબઈમાં ગોડીજી વિગેરે ઠેકાણે કયા દિવસે સંવત્સરી કરવી તે પ્રશ્ન ઉપસ્થિત થયો, તેમાં આગેવાનોની મિટિંગ મળી. આમાં ================================ જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય [૧૯૩

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238