Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 212
________________ T વિ.સં. ૧૯૮૯થી અને ખાસ કરીને ચંદ્રસાગર સૂરિનું ગ્રુપ દીક્ષિત થયા બાદ તેઓ સામસામાT |મોરચામાં ગોઠવાઈ ગયા હતા. જેના પરિણામે તેમને સિદ્ધચક્ર પેપર કાઢવું પડ્યું હતું. વિ.સં. ૧૯૯૨ પછી સંવત્સરીના મતભેદ બાદ વિ.સં. ૨૦૦૫માં સાગરજી મ. કાળધર્મ પામ્યા તે i૧૩ વર્ષના ગાળામાં રામચંદ્રસૂરિ પક્ષ સાથે તેમનો સંઘર્ષ સતત રહ્યો હતો. અને શાસનમાં જે બે પક્ષ (એકાં તિથિ પક્ષ અને બે તિથિ પક્ષ) પડ્યા તેમાં એકતિથિ પક્ષના સમર્થક તરીકે આ સાગરાનંદસૂરિ મ. રહ્યા હતા.) અને તેમને સમર્થન આપનાર તરીકે પૂ.આ. નેમિસૂરિજી મ., નીતિસૂરિજી મ. વિગેરે શાસનના ૩૩] | સમુદાયો હતા. જ્યારે બે તિથિ પક્ષના સમર્થક અને સ્રષ્ટા તરીકે રામચંદ્રસૂરિજી રહ્યા હતા. અને તેમને સમર્થન આપનાર લબ્ધિસૂરિજી મ. અને સિદ્ધિસૂરિજી મ. વિગેરેનો સમુદાય રહ્યો હતો. આ તિથિચર્ચા સંબધમાં તિથિ-ચર્ચાના વિભાગમાં વિસ્તૃત વર્ણન આવી ગયું છે, એટલે એ સંબધમાં અહીં કશું લખતો નથી.' પૂ. સાગરાનંદસૂરિજી મ. સાથેના પરિચયમાં કેટલાક પ્રસંગો તેમની પાસેથી સાંભળેલા અને કેટલાકી તેમની સાથે રહેવાથી જાણેલા અને જોયેલા તેવા નોંધુ છું. સાગરજી મહારાજે મને કહેલું કે “જ્યારે હું પહેલો સુરત આવ્યો ત્યારે મને ઉપાશ્રયમાં ઉતરવાની જગ્યા મળી ન હતી. હું ત્યારે ગોપીપુરાની પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં ઊતર્યો હતો. કેમકે તે વખતે હું માત્ર એકલો હતો. કોઈ શિષ્ય ન હતો. મારા ભવિષ્યની મને ખબર ન હતી કે સુરત સાથે મારો સવિશેષ સંબધ બંધાશે. મારા શરૂઆતના દીક્ષાકાળ અને વિહારના પ્રસંગોમાં મને ઠેરઠેર એવુ જાણવા મળતું હતું કે જ્યાં જે સાધુનાં વધુ ચોમાસાં થયાં હોય તે સાધુ જે કહે છે ત્યાનો સંઘ પ્રમાણ માનતો હતો. કોઈ ખોટી પ્રવૃત્તિ! Tચાલતી હોય અને આપણે કહીએ કે આ બરાબર નથી. શાસ્ત્રની પરંપરા વિરુદ્ધ છે. તો તે સંઘના ભાઈઓ! ' કહેતા કે તપસી મહારાજ તો આમ કહેતા હતા, તમે કહો તે કબૂલ નથી. તપસી મ. કહે તે સાચું. હું પણ પછી એમ કહેતો તપસી મ. કહે તેમ કરો. આગ્રહ રાખતો નહિ”. - આગમ ગ્રંથોનું સંપાદન તેમણે કર્યું તે સંબધમાં તેમનું કહેવું હતું કે હું અને મારા ભાઈ મણિવિજયT Jસતત પરિશ્રમ કરતા. અમે અમારા મુફ એકબીજાને દોરાની રીલની ગરગડીથી મોકલતા. નોકરિયાત! માણસો માત્ર હેરાફેરી પૂરતા જ રાખ્યા હતા. હસ્તલિખિત પ્રતોના પાઠ મેળવવા વિગેરે કામ અમે જાતે જ કરતા. આ કામમાં અમને ભંડારોમાંથી પ્રતિઓ મેળવવામાં પણ ઘણી મુશ્કેલી પડતી. આગમોદય સમિતિના કેટલાક ગ્રંથો તો મેં એક જ પ્રતના આધાર ઉપરથી સંશોધન કરીને છપાવ્યા છે. અને તેથી કોઈક વખત તો Tગ્રંથ પૂરો છપાયા બાદ કોઈ પ્રતિના પાઠાંતર મળે તે લેવા યોગ્ય હોય છતાં જતા કરવા પડ્યા છે. આજે] Jફરી મારે તે આગમગ્રંથો છપાવવા હોય તો તેવા પાઠાંતરો ઘણા ઉમેરી શકાય તેમ છે. તે કાળ પ્રતિઓ! મેળવવા માટે ખૂબ મુશ્કેલ હતો. પ્રત નાશ પામે તે કબૂલ પણ વહીવટદારો પ્રતિઓ આપતા ન હતા. કેટલાક તો આગમગ્રંથો છપાતા ત્યારે તેનો સખત વિરોધ કરતાં. મેં આપબળે મારી શક્તિ મુજબ આગમ ગ્રંથોનું પ્રકાશન કર્યું છે. હું કોઈ દિવસ મારા દ્વારા છપાયેલા આગમગ્રંથો કોઈ ફેરફાર કરવા યોગ્ય નથી એવો આગ્રહ રાખતો નહિ”. આથી જ પુણ્યવિજયજી દ્વારા પુનઃ આગમગ્રંથોનું પ્રકાશન કરવાનું થયું ત્યારે તેમણેj ============= == ========= ======== પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય [૨૦૫ I III | |

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238