Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
।તેમને સફળતાનો અને સહકાર આપવાનો તાર કર્યો હતો.
આગમગ્રંથોની વાચના વખતે તેમણે પોતાના વાંચેલા આગમગ્રંથોની પ્રતિમાં ૧,૨,૩,૪, એવા સંકેતો જુદા જુદા સ્થળે કર્યા હતા. આ સંકેતોથી એક અંકથી આ આગમગ્રંથોમાં કયા કયા નગરોનાં નામ આવે છે તે ફલિત થાય, બે અંકથી કયા કયા રાજાઓનાં નામ આવે છે તે ફલિત થાય, ૩ અંકથી કયા કયા | |આચાર્યોનાં નામ આવે છે તે ફલિત થાય. આમ જુદાજુદા ૬૦ થી ૬૨ સંકેતો રાખ્યા હતા. તેના પણ 1 પાછળથી જુદા જુદા ગ્રંથો લિખિત તૈયાર કરાવ્યા હતા. પણ તે તેમના જીવનકાળમાં છપાયા નથી. હું સૂરત હતો ત્યારે મને ખબર છે કે તે સાહિત્ય હતું અને કંચનસાગરસૂરિ બનતા સુધી સંભાળતા હતા.
સાગરજી મહારાજે આપબળે આગમગ્રંથોનો ઉદ્ધાર કર્ષી. વાંચન કર્યું, અને પાટણ, પાલિતાણા વિગેરે ઠેકાણે આગમગ્રંથોની વાચના આપી. આ વાચનામાં મેઘસૂરિ, હર્ષસૂરિ વિગેરેએ લાભ લીધો હતો. Iતેમણે તેમના જીવનકાળનો મોટો ભાગ આગમગ્રંથોના પુનરુદ્ધાર, વાચના, પ્રકાશન, પ્રચાર અને ટકાવ માટે ખર્ચો હતો. છેલ્લે-છેલ્લે આ આગમગ્રંથો ચિરસ્થાયી રહે તે માટે તેમણે આગમમંદિર જેવી સંસ્થાની સ્થાપના કરી, પાલિતાણા આગમમંદિરનું નિર્માણ કર્યું હતું. જેને લઈ તેઓ જૈન સમાજમાં આગમોદ્ધારક તરીકે પ્રસિદ્ધ
થયા હતા.
સાગરજી મ. શાસનના વફાદાર સૈનિક હતા. શાસનની રક્ષામાં અને તેની પ્રભાવનામાં પ્રાણને I ન્યોછાવર કરવામાં તે જરા પણ પાછા પડે તેવા ન હતા. તે માટે અંતરીક્ષજીના સંઘનો પ્રસંગ જાણીતો છે.
સૂરતથી અંતરીક્ષજીનો સંઘ તેમની નિશ્રામાં નીકળ્યો. સંઘ અંતરીક્ષજી પહોંચ્યો. મ.શ્રીના વ્યાખ્યાનમાં તોફાન થયું. દિગમ્બરો અને શ્વેતાંબરો લડ્યા. તેમાં લોહી રેડાયા. કોર્ટે કેસ મંડાયો. આ ઝઘડાના મુખ્ય |આરોપી તરીકે દિગમ્બરોએ સાગરજી મ.ને ગણાવ્યા. આખા સમાજમાં હાહાકાર મચ્યો. તે વખતે સાગરજી | |મ. યુવાન વયના હતા. જુસ્સો હતો. જરા પણ નમતું જોખવાની કે ડરી જવાની વૃત્તિ ન હતી. એ કાળે | અમદાવાદના મનસુખભાઈ ભગુભાઈ સકળ સંઘના અગ્રણી ગણાતા હતા. શ્વેતાંબર સંધનો કોઈ પણ મહત્ત્વનો પ્રસંગ હોય, પ્રશ્ન હોય ત્યારે તેમની રાહબરી નીચે ઉકેલ શોધાતો. અંતરીક્ષજીનો પ્રસંગ બન્યો ત્યારે નેમિસૂરિ મ. અમદાવાદ હતા. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનો વહીવટ તેમની રાહબરી અને સૂચનાને અનુસરી İચાલતો. મનસુખભાઈ શેઠ તેનાં મુખ્ય હતા. તેમણે શેઠ કસ્તુરભાઈના પિતા લાલભાઈને અંતરીક્ષજી મોકલ્યા Iઅને કહ્યું કે ‘‘તમે પૂરી તપાસ કરી આવો અને આપણે શ્વેતાબંર સંઘ તરફથી શું-શું કરવા જેવું છે તે સમજી | આવો’. લાલભાઈ શેઠ અને તે વખતના મનસુખભાઈના મુનિમ પેથાપુરના વતની અમથાલાલ અંતરીક્ષજી | જઈ આવ્યા. શ્વેતાંબર-દિગમ્બરમાં કેમ તોફાન થયું તે બધું સમજ્યા. ત્યાંના વકીલોની સલાહ લીધી. તેમાં તેમને ત્યાં જણાવવામાં આવ્યું કે મહારાજને મુખ્ય આરોપી તરીકે દિગમ્બરોએ ગણાવ્યા છે. મહારાજે જુબાનીમાં કહેવું જોઈએ કે ‘આમાં હું કશું જાણતો નથી.’ પછી અમે અમારી રીતે લડી લઈશું. પણ મહારાજ અંતે કહેવા તૈયાર નથી. તે તો એમ કહે છે કે ‘‘મારી જુબાનીમાં હું યથાતથ્ય વસ્તુ રજૂ કરીશ. હું આમાં નહોતો | Iએ વાત મારાથી નહિ કહેવાય”. વધુમાં વકીલે કહ્યું કે ‘‘જો મહારાજ યથાતથ્યનો આગ્રહ રાખી વિગતવાર | જુબાની આપશે તો તેમને સાત વર્ષની સખત કેદની સજા થશે. જજ યુરોપિયન છે. કોર્ટના કેસમાં યથાતથ્ય
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
૨૦૬]