Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 215
________________ - મનમાં કાંઈ થતું નથી?” તેના જવાબમાં સાગરજી મહારાજે કહ્યું, “હું નિશ્ચિત છું. મને તો કોર્ટ આગળ સત્ય | વસ્તુ રજૂ કરવામાં અને વ્રતમાં સ્થિર રહેવામાં જે આનંદ થાય છે તે અપૂર્વ છે. જરાય દુઃખ નથી. શિષ્યનેT તો મેં કહી દીધું છે કે સજા જેવું કાંઈ બને તો મારો ઓઘો વિગેરે હું તમને સોંપી દઈશ. જેલમાં જવામાં આનંદ! માનીશ. અને સજા પૂરી થાય ત્યારે જેલના દરવાજે ઓઘો લઈ આવવા જણાવીશ.” | સાગરજી મ.ની આ જુબાનીથી અંતરીક્ષજીના કેસમાં આપણે સફળ થયા. ગામેગામ આનંદ વર્તાયો.. મનસુખભાઈ શેઠ, લાલભાઈ શેઠ અને ગંગામાને આનંદ થયો. સાગરજી મ. દીક્ષિત હતા તે અરસામાં સને ૧૯૧૪નુ પ્રથમ યુદ્ધ ચાલતું હતું. તેમની યુવાન વય | હતી. તે યુદ્ધના એકે એક ઝીણા સમાચાર અવગાહતા હતા. જ્યાં કઈ રીતે યુદ્ધ ચાલે છે તેની હિંદુસ્તાનને ! Iકવી અસર થાય છે અને થશે તે બધાનો પૂરો ખ્યાલ રાખતા હતા. આ જ અરસામાં સમેતશિખર ઉપરા ગોરાઓના (અંગ્રેજોના) બંગલા બાંધવાનું પ્રકરણ ચાલ્યું. તે વર્બર્ત સાગરજી મહારાજે મુંબઈમાં જબરદસ્ત આંદોલન ચલાવ્યું. મુંબઈમાં પ્રજાને થનગનાવી મૂકી. કોઈ પણ હિસાબે સમેતશિખરજી ઉપર બંગલાઓ ન બંધાય તેની હિલચાલ શરૂ કરી. પરિણામે તેમાં સફળતા મળી. આમ, જૈન સમાજની રક્ષા માટે તેમણે ખૂબ ખૂબ પોરસ ફોરવ્યું હતું. તેમના જીવનમાં ખરતરગચ્છના કૃપાચન્દ્રજી મ. સાથે સૂરતમાં જબરદસ્ત સંઘર્ષ થયો હતો. તેમાં 1 તેમને મૂઠ મારવાના અને બીજા જીવલેણ પ્રસંગો ઊભા થવાનો ડર શ્રાવકો તરફથી થયો હોવા છતાં તે અડગ | lહતા. અને પોતાની વાત નિર્ભયપણે રજૂ કરતા હતા. આ ઉપરાંત શીવજીલાલન પ્રકરણ પણ સૂરતમાં ઉપડ્યું હતું. તેમાં એવું બનેલું કે લાલને પાંચ પડિક્કમણાને બદલે સાત પડિક્કમણાની વાત રજૂ કરી, અને તેમના ભક્તોએ ગિરિરાજ ઉપર તેમની પૂજા | Iકરી તેઓ ૨૫મા તીર્થંકર છે આવી વાતો જાહેર કરેલી. તેનો પડઘો સૂરતમાં વધુ પડેલો. કેમકે સૂરતમાં! લાલનના ભક્ત આગેવાન ગૃહસ્થ વધુ ધનવાન હતા. તેમણે તેના બચાવનો ઉપાડો લીધો હતો. તેથી! સૂરતમાં આ પ્રકરણ વધુ વીફર્યું હતું. લાલનને સંઘ બહાર મૂકવામાં, ઠરાવ કરાવવામાં સાગરજી મહારાજે સવિશેષ ભાગ ભજવ્યો હતો. ! આમ, દિગમ્બરો અને ખરતરગચ્છ આદિના ઘણી જગ્યાઓના ઝઘડાઓમાં સાગરજી મ. સફળ! પ્રતિકાર કરનાર હતા. તેમજ રાજય તરફથી આવતી આફતોનો પણ તેમણે તેમના જીવન દરમ્યાન પ્રતિકાર કર્યો હતો. આ ઉપરાંત ચંદ્રસાગરજી મ.ની દીક્ષા વિગેરે વખતનાં તોફાનોને પણ તેમણે ગણકાર્યા વગર તેમને દીક્ષા આપી હતી. સાગરજી મ. પોતાનાં શિષ્યને માટે કોઈ કોર્ટ કે રાજ્ય કે દીક્ષિતના સંબધીઓનો ઝઘડો આવે તો ! તેનો પ્રતિકાર કરતા. એટલું જ નહિ, પણ પરકીય સમુદાયના સાધુનું પણ હિંમતથી કામ કરતા. સુરેન્દ્રસૂરિજી મ. પાલિતાણા હતા. તેમના ત્યાં એક બાઈની દીક્ષા થવાની હતી. તેનું મુહૂર્ત અને! ટાઈમ નીકળ્યો હતો. પણ તેમનાં કુટુંબીઓએ છેલ્લી વખતે દરબારમાં રાવ નાખી અને દરબારે દીક્ષા નહિ! આપવાનો હુકમ કર્યો. આ વાત સુરેન્દ્રસૂરિજી તરફથી સાગરજી મ.ને જણાવાઈ. સાગરજી મહારાજે કહ્યું, =============================== ૨૦૮] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા -

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238