Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 214
________________ İન ચાલે. પણ મ. અમારી વાત કોઈ રીતે માનવા તૈયાર નથી. એ તો કહે છે કે હું યથાતથ્ય જુબાની આપીશ, I ! અને કેવા સંજોગોમાં આ બધું બન્યું તે પણ કહીશ. મારી વાત કોર્ટના ગળે ઊતરશે અને નિર્દોષ ઠરાવશે તો ભલે, અને નહિ ઠરાવે, અને સાત વર્ષની સજા કરશે તો તે ભોગવીશ. પણ ભગવાનની સાક્ષીએ જે મેં બીજું સત્યવ્રત લીધુ છે તે ભાંગીશ નહિ. હું કદાપિ જુઠુ બોલીશ નહિ”. લાલભાઈ શેઠ અને અમથાલાલે મહારાજને ઘણું સમજાવ્યા, પણ માન્યા નહિ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘‘મને તમે જુઠું બોલવાનો આગ્રહ કરો નહિ”. લાલભાઈ શેઠ અમદાવાદ આવ્યા. મનસુખભાઈ શેઠને મળ્યા. તેમણે અંતરીક્ષજીની અને મહારાજની બધી વાત કરી. અને કહ્યું કે મ. જિદ્દી છે. કોર્ટના કામમાં “યથાતથ્ય કહીશ” એ ન ચાલે. મ. ન સમજે તો આપણે તેમાં પડવામાં કાંઈ સાર નથી. મનસુખભાઈ શેઠે લાલભાઈ શેઠને કહ્યું કે “આ તમારી વાત સાંભળી મને તો ખૂબ આનંદ થાય છે. આપણે ત્યાં “સાત વર્ષની સજા થાય તેવું વકીલો કહે તો પણ ખુમારી રાખી સત્યવ્રતને વળગી રહેનાર એવા પણ સાધુ મહારાજો છે તે ગૌરવની વાત છે. મહારાજને બોલવું હોય તે ભલે બોલે. આપણે આપણો બચાવ આપણી રીતે કરવો.'' લાલભાઈ શેઠે કહ્યું, હું તો આ કેસમાં ઊભો નહિ રહું. કેમકે જેમાં ફળ ન |મળે તેમાં પ્રયત્ન કરવાથી શું ફાયદો ?’” આ વાત લાલભાઈ શેઠનાં માતા અને કસ્તુરભાઈનાં દાદી ગંગામાના કાને પહોંચી. ગંગામા મનસુખભાઈ શેઠની વાતમાં સંમત થયાં અને લાલભાઈ શેઠને ઠપકો આપ્યો. અને કહ્યું, ‘‘આવા સાધુના કામમાં ઊભા રહેવું એ તો જીવનનો લહાવો છે”. આ કેસ અંતરીક્ષજીમાં યુરોપિયન જજ સમક્ષ ચાલ્યો. સાક્ષી અને પ્રતિસાક્ષીઓની જુબાની થઈ. ! જજે જજમેન્ટમાં સાગરજી મ. ને નિર્દોષ ઠરાવ્યા. સાક્ષી-પ્રતિસાક્ષીઓનાં બધા નિવેદનો જુઠાં ઠરાવ્યાં. અને જણાવ્યું કે ‘‘આ સાધુ મહારાજે જે સંજોગોમાં જે કાંઈ કર્યું તેવું કોઈ પણ મનુષ્ય તે જ કરે”. આ પછી જજ તેમનાં વ્યાખ્યાનમાં પણ આવવા લાગ્યા. આ કેસ ચાલતો હતો તે દરમ્યાન એક વખત નગીનદાસ ઝવેરીએ સાગરજી મ.ને કહ્યું “બચ્ચા, તું શું કામ ગભરાય છે ? હું બેઠો છું ને !” મ.ને તે વખતે થયું, સાધુને બચ્ચા કહેનારો આ પણ ખરો ભદ્રિક ડોસો છે. આ સુરતી ઝવેરીના |મોઢામાં મમ્મો-ચો ગાળ વાતવાતમાં તો નીકળે. પણ કેસની જુબાનીમાં પણ તેણે મમ્મો-ચ્ચો ઉચ્ચાર્યું। | હતું. જજે જજમેન્ટ આપતી વખતે ડોસાને કહ્યું કે ‘“હું તમને સજા કરત, પણ તમે બધા આ સાધુના સત્યથી બચી જાઓ છો. તમારી બધાની જુબાની તથ્ય વગરની છે”. આ કેસ ચાલતો હતો તે વખતે આ કેસનું શું પરિણામ આવશે તે જાણવા સમજવા અને જરૂર પડે Iતો અપીલ કરવા જુદા જુદા ગામના આગેવાનો અંતરીક્ષજીમાં આવ્યા હતા. સાગરજી મહારાજે મને કહેલું | |કે ‘‘એક વખત કેસનું હિયરીંગ નીકળવાની વાર હતી અને અમે બધા કોર્ટની બહાર એક ઓટલા ઉપર બેઠા ! હતા. તે વખતે મને કુંવરજી આણંદજીએ કહ્યું કે “મહારાજ, તમે આ પંચાશકની ગાથાનું વિવરણ કરો છો પણ આપણા વકીલોને તમારી જુબાની ઉપરથી એમ લાગે છે કે તમને સજા થશે. અને આ સજાથી તમને પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય] [૨૦૭

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238