Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
T“તમે ગભરાઓ નહિ. દીક્ષાર્થી અને તમે બધા ઘેટીની પાયગા જાઓ. હું ત્યાં આવું છું એ દીક્ષા આપું છું.T
આ ગામ પાલિતાણા દરબારનું નથી.” 1 એક વખત પાલિતાણામાં ઉપધાન હતાં. બારોટો સાથે સાગરજી મ.ને મતભેદ પડ્યો. તેમનું કહેવું
હતું કે, “જૂના વખતમાં બારોટોના લાગા હતા તે બરાબર છે. પણ જે નવા દેરાસર બંધાય, અગર ઉપધાન! |આદિ ક્રિયા થાય તેમાં તે લાગા ન હોવા જોઈએ. આ ક્રિયા કરાવનારા પ્રેમથી બારોટોને જે આપે તે તેમણે! | લેવું જોઈએ, પણ ફરજિયાત ન હોવું જોઈએ.” બારોટોને આ વાત કબૂલ ન હતી. તેઓએ રાજ્યમાં ફરિયાદ કરી કે ઉપધાન વખતે ઉપધાનમાં દાખલ થનારા જે કાંઈ મૂકે તે અમને મળવું જોઈએ. તે અમારો પરાપૂર્વનો હક્ક છે. પાલિતાણા ખુશાલભુવનમાં ઉપધાન કરાવવાનાં હતાં. સાગરજી મ.ની નિશ્રા હતી. તેમણે દરેક iઉપધાન કરનારાને કહી દીધું કે કોઈએ કશું લાવવાનું નથી. એક જણ સવા રૂપિયો અને નાળિયેર મૂકશે | Iએટલે લશે. સાગરજી મ.ના નિર્દેશ મુજબ ઉપધાનમાં બેસનારાઓએ તે મુજબ કર્યું. બારોટો જોઈ રહ્યા.T Jતેમનું કે રાજયનું કશું વળ્યું નહિ.
સાગરજી મહારાજે આગમમંદિરનું નિર્માણ કર્યું. તેમાં પણ બારોટોએ પોતાનો લાગો લેવાનો આગ્રહ રાખ્યો. સાગરજી મહારાજે કહ્યું, “આ નવું મંદિર છે, ત્યાં લાગો ન હોય. લોકો રાજી ખુશીથી આપે તે લો”. પણ બારોટો માન્યા નહિ. તેમણે ઘણાં તોફાનો કર્યા પણ સાગરજી મહારાજે મચક ન આપી. બહાર! નાણા ભેટ મૂકે તો બારોટો લે ને. તેમણે એવી વ્યવસ્થા કરી જેને આગમમંદિરમાં આપવું હોય તે સીધું, jભંડારમાં નાખે.
- સાગરજી મહારાજમાં એક વાત એ હતી કે દીક્ષા લેનાર ગમે તે સમુદાયનો હોય પણ એ દીક્ષિત! થતો હોય તો તેને પ્રોત્સાહન આપવામાં માનતા. તેની દીક્ષામાં કોઈ વિઘ્ન આવતું હોય, તે વિઘ્ન ટાળવા! : પોતાનાથી બનતા પ્રયત્નો તેઓ કરતા. પ્રતિસ્પર્ધી સમુદાયની પણ દીક્ષામાં તેઓ સહકાર આપતા. મને યાદ; છે તે મુજબ લબ્ધિસૂરિ મ. બે તિથિ પક્ષના હોવા છતાં સૂરતમાં તેમના સમુદાયની દીક્ષા આપી હતી. 1
- રાધનપુરમાં મણિયારની દીકરીઓ વિગેરેની દીક્ષા તિલકશ્રીજી મ.ના સમુદાયમાં થવાની હતી. આ તિલકશ્રીજી મ. સાગરજી મ.નાં આજ્ઞાવર્તી હતાં. મણિયાર બે તિથિ પક્ષના રાગી હતા. તેમનો આગ્રહ છે; iતિથિ પક્ષના આચાર્યોના હસ્તે દીક્ષા થાય તેવો હતો. તે માટે તેમણે જબુસૂરિ મ.નું નક્કી કર્યું હતું.' Tતિલકશ્રીજી મહારાજે મને કહ્યું, “મણિયાની બેન-દીકરીઓ અમારામાં દીક્ષા લેવાની છે. અમે સાગરજીT મિ.નાં આજ્ઞાવર્તી છીએ. તો તમે મ. પાસે સૂરત જઈ આવો અને મને પૂછી આવો કે એ લોકો બે તિથિ-I ! પક્ષના આચાર્યો હસ્તક જ દીક્ષા લેવાનો આગ્રહ રાખે તો અમારે તે કબૂલ કરવું કે નહિ. અમે આપણા ! સાધુનો જ આગ્રહ રાખીશું. પણ તે ન માને તો દીક્ષાર્થીઓને જતા કરવા અમે તૈયાર છીએ.” સાગરજી; મહારાજે મને કહ્યું, “તમે અમદાવાદ પાછા જાઓ. અને તિલકશ્રીજીને જણાવો કે તેઓ જેનો આગ્રહ રાખે તેની પાસે દીક્ષાની વિધિ કરાવો. છ કાયના કૂટામાંથી નીકળનારમાં આપણે અંતરાયરૂપ થવું નથી. અનેj દીક્ષિત થયા પછી તો તે થોડા બે તિથિ પક્ષનાં રાગી રહેવાનાં છે! દીક્ષા અપાવવા જે સાધ્વીઓ જાય તેT વંદનાદિ ઉચિત વ્યવહાર સાચવવો પડે તે સાચવે”.
============== પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય].
- || || 8 |
|