Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
।મ.ને કહેતાં કે “તમે કપડવંજનાં નેમા વાણિયા છો. નેમ એટલે અડધો. અર્થાત્ તમે અડધા વાણિયા છો.પૂરા Iવાણિયા નથી. જેની સાથે ફળ ન આવે તેની સાથે ચર્ચામાં ઊતરવાની જરૂર જ નથી.'
એક વખત મ.શ્રી પાલિતાણા પધારેલા. ત્યાં આમ તો તેઓ મોટી ટોળીના ઉપાશ્રયે ઊતરતા હોય છે. પણ વખતે નાની ટોળીવાળાએ ખૂબ આગ્રહ કરીને આણંદજી કલ્યાણજી પેઢી પાસેના તેમના ઉપાશ્રયે İઊતાર્યા. સાંજનો વખત હતો. હું મ.શ્રી પાસે બેઠો હતો. તે વખતે સંસ્કૃતમાં કાવ્યમય એક પત્ર લાવણ્યસૂરિજી Iમ.નો લખેલો તેમના ઉપર આવ્યો હતો. તે પત્રનું વાંચન મારી પાસે તેમણે કરાવ્યું. આ પત્રની રચના સુંદર કાવ્યમય હતી. એ વખતે વિ.સં. ૧૯૯૨ની સંવત્સરીની વાત નીકળી. મેં મહારાજને કહ્યું કે ‘‘સિદ્ધિસૂરિ મહારાજે કહ્યું કે આ બાબતમાં નેમિસૂરિ મહારાજ મને ભોળવી ગયા'. આના જવાબમાં મહારાજે કહ્યું, “મેં કોઈ નાના માણસને ભોળવ્યો નથી. ૯૦ વર્ષના પીઢ માણસને વાત કરી, સમજાવી અને સંમત કર્યા હતા”.
એક પ્રસંગે રામચંદ્રસૂરિજી મહારાજે મને કહેલું કે ‘‘હું નેમિસૂરિ મ.ને ઘણી વખત મળ્યો છું, અને ! તીર્થોના પ્રસંગમાં મતભેદ વખતે મેં તેમની સાથે રહી કામ કરવાનું જણાવ્યું છે. પણ તેમણે કોઈ દિવસ મને મહત્ત્વ આપ્યું નથી”. એક પ્રસંગ ટાંકતાં તેમણે કહેલું કે ‘‘રાજગૃહી સંબંધે આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિઓ ખાસ કરીને કસ્તુરભાઈ દિગમ્બરો સાથે એવું સમાધાન કરી આવેલા કે જે નેમિસૂરિ મ.ને પસંદ İન હતું. તેમણે કસ્તુરભાઈ વિગેરેને તે સમાધાન અંગે ખૂબ ઠપકો આપેલો. આ વાત (રામસૂરિ મ. કહે છે । 1કે) મેં સાંભળી. હું પૂ. નેમિસૂરિ મ.ને મળેલો અને તેમને કહેલું કે આપ આનો પબ્લિક વિરોધ કરો તો હું! તે વિરોધમાં સાથ આપવા તૈયાર છું. આના જવાબમાં મ.શ્રીએ કહ્યું કે મેં ખાનગીમાં ઠપકો આપ્યો તે બસ છે. જાહેરમાં હું વિરોધ કરવા માંગતો નથી. રામચંદ્રસૂરિએ વધુમાં કહ્યું કે આપ વિરોધ ન કરો તો કાંઈ નહિ પણ હું વિરોધ કરું તો આપ મને ટેકો આપશો ખરા ? આના જવાબમાં પણ મ.શ્રીએ કહ્યું “ના”. આ પ્રસંગે |મેં રામચંદ્રસૂરિજીને કહેલું કે ‘‘નેમિસૂરિ મહારાજે તમને ના કહી તેનું કારણ એ છે કે તેઓ કેવા માણસ સાથે કામ કરવું અને કેવા માણસ સાથે કામ ન કરવું તેના બરાબર જાણ હતા. અને બીજું એ કે તેઓ માનતા | હતા કે કોઈ પ્રશ્નમાં મતભેદના કારણે શાસનનાં કામ કરનારને ઊભગાવવા તે વાજબી નથી”.
(૩)
પૂ.આ. નેમિસૂરિ મ.ને શાસન સમ્રાટ અને સૂરિચક્રચક્રવર્તીનું જે બિરુદ આપવામાં આવે છે તે કુંવાજબી છે. કેમકે તે શાસનના હિતૈષી પુરુષ હતા. તેમના આચાર્યપદના કાળને નેમિયુગ કહીએ તો પણ 1ખોટું નથી. કેમકે તે કાળ દરમ્યાન યોગોન્દ્વહન, પ્રતિષ્ઠા, અંજન શલાકા અને અર્હપૂજન વિગેરે વિવિધ I અનુષ્ઠાનો અને સંઘો વિગેરે શાસન પ્રભાવક કાર્યો તેમની નિશ્રામાં ખૂબ વિસ્તર્યાં છે.
કાલપ્રવાહ મોટા પુરુષોને પણ અસર કરે છે. તેનું એક ઉદાહરણ એ છે કે પૂ. સાગરજી મહારાજે |આગમો પ્રસિદ્ધ કર્યાં. આ પ્રસિદ્ધ કરનાર આગમોદય સમિતિ અને દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડનાં | કાર્યવાહકો આ પ્રસિદ્ધ થયેલા આગમગ્રંથોનો સેટ લઈ તેમને ભેટ આપવા આવ્યા. ત્યારે આ. મહારાજે કહ્યું I 1કે આ આગમોને સ્પર્શ પણ કરાય નહિ. કેમકે આ છપાયેલાં આગમોથી આશાતના વધશે. અને તેની અવહેલના થશે”. તેમ કહી તે આગમો લીધાં નહિ.
સમય સમયનું કામ કરે છે તે મુજબ સમય જતાં તેમણે પોતે તે આગમો પાછળથી ખરીદાવ્યાં.
[૨૦૩
પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય]