Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
1 મિટિંગ મળ્યા બાદ રમણલાલ દલસુખભાઈને મળ્યો અને વાતચીત કરી. હું નીકળતો હતો ત્યાં જીવાભાઈ શેઠેj
મને રોક્યો. કહ્યું કે મારે તમારી સાથે થોડી વાત કરવી છે. મેં કહ્યું, ભલે. અમે એકાંતમાં એક બાજુ બેઠા.! તેમણે મને કહ્યું, “મેં તમારી વિરુદ્ધ કસ્તુરભાઈ શેઠને કહ્યું હતું, પણ તમારા ઉપર તેમનો અટલ વિશ્વાસ છે. તમારા માટે મેં જે વિરુદ્ધ કહ્યું તેનો મિચ્છામિ દુક્કડમ દઉં છું. અત્યાર સુધીનાં જુદા જુદા પ્રસંગોને લઈને; મારી દૃષ્ટિ તમારા વિરુદ્ધ હતી. પણ શેઠ જેવા તમારા ઉપર આટલો વિશ્વાસ રાખે છે તો મારા જેવાએ તમારી વિરુદ્ધ રહેવાનું કારણ નથી”.
આ પછી જીવાભાઈ શેઠ સાથેનો મારો સંબંધ ખૂબ જ વધ્યો. આ અગાઉ ટ્રસ્ટ-એક્ટ વિગેરેના! કેસમાં સંબંધ હતો, પણ શેઠ શંકાશીલ હતા. આ પ્રસંગ બન્યા પછી તો તે મારા પ્રેસની ઓફિસે અને મારે; ઘેર પણ ઘણીવાર આવતા અને હું પણ તેમને ત્યાં ઘણીવાર જતો. તેમને ત્યાં જમતો. અઠવાડિયામાં એકાદ Hવખત જો ન મળ્યા હોઈએ તો તે મળવાનો અચૂક વિચાર રાખતા. બહારગામ પણ જવાનું થાય ત્યારે તેj દરમ્યાન અવારનવાર મળતા. હું પાછળનાં વખતમાં મુંબઈ જતો ત્યારે તેમના ઘેર ઊતરતો. મારા ધંધામાં! કોઈ વખત પૈસાની ભીડ પડતી, તો તેઓ મને પૈસાની પણ મદદ કરતા. તે પૈસાનું હું વ્યાજ આપવા માંગતો! તો પણ તે લેતા નહિ.
કસ્તુરભાઈ શેઠની સાથેના મારા વધુ પડતાં સંબંધને કારણે તેમણે મને કહ્યું કે “એક દિવસ શેઠાં 'મારે ત્યાં જમવા આવે. અને સાથે તમે પણ આવો. મારે વીલ સંબધમાં શેઠની સલાહ લેવી છે.” મેં શેઠનેT વાત કરી. એક રવિવારે કસ્તુરભાઈ શેઠે તેમને ત્યાં આવવાનું કબૂલ્યું. પણ જમવા આવવાની વાતનો તેમણે! સ્વીકાર ન કર્યો. જીવાભાઈ શેઠનો આગ્રહ તેમને જમવા લાવવાનો ખૂબ હોવાથી મેં તેમને ઘણો આગ્રહ કર્યો. શેઠ મૌન રહ્યા. મેં સંમતિ માની લીધી. જમવા આવવાના દિવસ અગાઉ તેમના પુત્રને અરવિંદ મિલમાં jઆમંત્રણ આપવા મોકલ્યા. શેઠે ના કહી. મેં આગ્રહ કર્યો કે આ ભાઈ મુંબઈથી ખાસ આમંત્રણ આપવાનું
આવ્યા છે. શેઠ અને હું તેમને ત્યાં જમવા ગયા. શેઠ સાથે જીવાભાઈએ વલસંબંધી વાત કરી અને સલાહી Tલીધી.
આ પછી તેમની તબિયત નરમ રહેવા લાગી. ત્યારે તે મને તેમના ત્યાં બોલાવતાં. હું પુણ્ય jપ્રકાશનું સ્તવન, શાંત સુધારસ ભાવના વિગેરે સંભળાવતો. આમ પાછળનાં વર્ષોમાં જીવાભાઈ શેઠ સાથે
મારો ખૂબ સંબંધ રહ્યો. જૂનાં કેટલાક મતભેદો હોવા છતાં તે બધા વિસરી ગયા હતા. અને વડીલ તરીકે| રહી મને યોગ્ય સલાહ સૂચન પણ આપતાં. અને હું પણ ધાર્મિક મતભેદોના પ્રસંગને અનુસરીને કોઈ વાત! ! કહું તે પૂરી ચીવટથી સાંભળતા.
(૪) જીવાભાઈ શેઠ કહેતા હતા કે હું મુંબઈમાં આવ્યો ત્યારે ૧૫/- રૂ. ના પગારે નોકરીએ રહ્યો હતો.' પણ પાછળથી જાતમહેનત અને બુદ્ધિથી તે ખૂબ આગળ વધ્યા. મુંબઈ શેરબજારના સ્થાપકો પૈકીના તેઓ
એક હતા. શેરબજારમાં તેમની ખૂબ મોટી પ્રતિષ્ઠા હતી. એટલું જ નહિ, પણ જૈન સંઘમાં તેઓ ગણનાપાત્ર iવ્યક્તિ હતા. બ્રિટિશ સામ્રાજય દરમ્યાન રાજ્યમાં પણ તેમની મોટી લાગવગ હતી.
સારાયે જૈન સંઘમાં તેઓનું સ્થાન આગેવાન ગૃહસ્થ તરીકે ગણાતું. તે ખૂબ ધર્મનિષ્ઠ, ક્રિયાશીલ, =============================== ( જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય
[૧૯૧