Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
-
-
-
T વેરાવળ, માંગરોળ તરફ કેટલીક પ્રતિમાઓની પ્રતિષ્ઠા સુવિદિત નહિ ગણાતા સાધુઓ દ્વારા થયેલી,
તે જાણ્યા પછી તેઓ વેરાવળ, માંગરોળ ગયા ત્યારે તે પ્રતિષ્ઠિત ભગવાનોનાં દર્શન નહિ કરવાનું વિચાર્યું. . અને અમલમાં પણ મૂક્યું. આ પછી મારી આગળ તેમણે ચર્ચા કરી ત્યારે મેં કહ્યું, “આ વર્તન ખોટું છે”.! ; આ સંબંધમાં ત્યાર પછી મેઘસૂરિ મ. સાથે ચર્ચા કરી ત્યારે તેમણે પણ કહ્યું કે “આ બરાબર નથી. પ્રતિષ્ઠા 1 કરનાર કોણ છે તેનાં ઊંડાણમાં ઉતરવામાં આવે તો ઘણાં તીર્થોની યાત્રા રહી જશે. ભગવાનની મૂર્તિ દેખો jએટલે મસ્તક નમવું જોઈએ. કોણે પ્રતિષ્ઠા કરી એ ન વિચારવું જોઈએ”. વધુમાં તેમનું કહેવું એ હતું કેj
“સમાજના મુખ્ય માણસે વ્યવહારમાં કાંઈ પણ ખરાબ દેખાય તેવું ન કરવું જોઈએ”. આ વાત મયાભાઈનેT ! ગળે ઊતરી. અર્થાત્ માયાભાઈ ખૂબ રૂઢિચુસ્ત, જૂનવાણી, વિચારોના હતા. પરંતુ ખૂબ જ ધર્મનિષ્ઠ, ક્રિયાશીલ!
અને વિદ્યાવ્યાસંગી હતા. i તેમના કાળમાં વિશા શ્રીમાળી જ્ઞાતિનું વર્ચસ્વ તેમની શેઠાઈના કારણે તેમણે સાચવી રાખ્યું હતું.i Tબીજા ગૃહસ્થોના પુત્રોમાં ધાર્મિકતાનો જે વારસો ન દેખાયો તે વારસો તેમણે તેમના પુત્રોમાં આપ્યો હતો.. !જેને લઈ તેમના સ્વર્ગવાસ બાદ તેમના પુત્ર નરોત્તમદાસ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ થયા! | હતા. અને પેઢીમાં સારું વર્ચસ્વ ધરાવતા હતા. | જૂના આગેવાન ગૃહસ્થો સારો ધાર્મિક અયાસ કરેલા હોય તેમાં માયાભાઈ શેઠનું ઉદાહરણ છેલ્લાં
છે. તેઓ જીવ્યા ત્યાં સુધી તિથિ અંગે અને બીજા કેટલાક પ્રશ્નો અંગે મારા અને તેમનામાં મતભેદ હોવા Iછતાં ખૂબ સારો સંબધ હતો. તેમના વડવાઓની યાદગીરી નિમિત્તે ધર્મસંગ્રહ ગ્રંથનું ભાષાંતર થાય તે ઇચ્છા!
તેમના સ્વર્ગવાસ પછી ભંદ્રકરસૂરિ દ્વારા ભાષાંતર કરાવી તે ગ્રંથને પ્રકાશિત કરી તે ઇચ્છાને પાર પાડી છે.' i અમદાવાદમાં તે કાળે ભગુભાઈ, ચીમનભાઈ, માયાભાઈ અને ગિરધરભાઈ આ ચાર પુરુષો સંઘના મુખ્ય આગેવાન હતા. અને તે કોઈ વિચારમાં નિશ્ચિત થાય તે વિચાર આખા સંઘને માન્ય બનતો. I
શેઠ જીવતલાલ પ્રતાપશી
શેઠ જીવાભાઈ પ્રતાપશી રામચંદ્રસૂરિજી મ.ના અનન્ય ભક્ત હતા. ખાસ કરીને રામચંદ્રસૂરિજી! મ.ના મુંબઈમાં લાલબાગમાં ચાતુર્માસ થયા ત્યારે તેમના દ્વારા જે કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓ થઈ તેમાં જીવાભાઈ : શેઠે મુખ્ય ભાગ ભજવેલો. શરૂઆતમાં રામચંદ્રસૂરિજી મહારાજે વ્યાખ્યાનમાં “કેટલાક જૈનોના ઘરમાં પણ i ઈંડાનો ઉપયોગ થાય છે, આવું વિધાન કરેલું તે અંગે ઊહાપોહ જાગેલો. તેમજ યુવક સંઘ અને સોસાયટીનું Tએ બે નામે જૈનોમાં ઊહાપોહ જાગેલો. તથા નાની ઉંમરનાં બાળકોને દીક્ષા આપવા વિગેરેના પ્રસંગોનેT |અનુસરી જે મતભેદ ઊભા થયેલા તે બધામાં રામચંદ્રસૂરિજી પક્ષે જીવાભાઈ શેઠ ખાસ ઊભા રહેલ. પાછળથી!
શાસન પક્ષમાં પેણ તિથિ-મતભેદને કારણે જે ભેદ થયો તેમાં જીવાભાઈ શેઠ રામચંદ્રસૂરિજી મ.ના પક્ષે! : આગેવાન રહેલા. લાલબાગનો ઉપાશ્રય આ બધા પ્રસંગોમાં રામચંદ્રસૂરિજી મ. તરફી રહેલ. મુંબઈમાં
જીવાભાઈ શેઠની તેમના ભક્ત તરીકેની પ્રસિદ્ધિ હતી. તેઓ તેનાં અનન્ય વફાદાર તરીકે ગણાતા હતા. !
=============================== જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય
[૧૮૯ - - - - - - - - - - -
]