Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
સંવત્સરીના મતભેદને સમજવા માટે તે આગેવાનોએ મને મુંબઈ બોલાવ્યો. હું તેમના કહેણથી મુંબઈ ગયો.j મુંબઈમાં ગોડીજી વિગેરે દેરાસરના ટ્રસ્ટીઓ અને આગેવાનોની એક મિટિંગ ભોગીલાલ લહેરચંદની ઓફિસમાં મળી. આ મિટિંગમાં જુદા જુદા મંતવ્યો રજૂ થયા બાદ મોટો વર્ગ નેમિસૂરિજી અને વલ્લભસૂરિજીને અનુસરતો ! હોવાથી તે વખતે પાંચમના (ભાદરવા સુદ પાંચમ) ક્ષયે છઠ્ઠના ક્ષય પૂર્વકનો નિર્ણય મુંબઈમાં નેમિસૂરિ મ.ની માન્યતા મુજબ થયો.
આ પ્રસંગ પછી હું ભોગીલાલ લહેરચંદના અંગત પરિચયમાં આવ્યો. અને ત્યારબાદ મુંબઈમાં ટ્રસ્ટ એક્ટનો કેસ અમે લડ્યા ત્યારે તેમણે તેમાં પૂરો રસ દાખવ્યો. એટલે વધુ પરિચય થયો. આ કેસના! સંચાલનમાં અમારી સાથે તેઓ પૂરો રસ લેતા હતા. તેમનામાં ખૂબી એ હતી કે અમે મુંબઈ હાઈકોર્ટમાં. નિષ્ફળ ગયા ત્યારે તે હતાશ ન થયા. તેમજ અમને હતાશ ન કર્યા. અને અમારામાંથી રસ ઓછો કરી
ફારગત ન થયા. પણ ગમે તેવા હતોત્સાહના પ્રસંગે પણ અમને બળ આપતા. આ કેસમાં રહેવા-જમવાની Iબધી જ સગવડ તેમણે વાલકેશ્વરના તેમના બંગલામાં કરી આપી હતી. આમ તેમની છાપ કરકસરિયા અને] Iકૃપણની હોવા છતાં અમને ટ્રસ્ટ એક્ટનાં કેસમાં દર્શન વિપરીત થયા હતાં. તે આદિથી અંત સુધી સાથે રહ્યા. હતા.
ભોગીભાઈ શેઠ બહુ જ સ્પષ્ટ બોલા અને જે હોય તે કોઈની પણ શરમ રાખ્યા વિના સ્પષ્ટ કહેવાના સ્વભાવના હતા. I તેમને સાધુઓને કેટલોક વ્યવહાર ગમતો નહિ. મોટા સાધુ કે આચાર્ય, કાગળ કોઈ સાધુ પાસે,
લખાવે, તેમનું પડિલેહણ બીજો સાધુ કરે, આ બધું તેમને અજુગતું લાગતું. અને તેની ટીકા કરતા. આ. સિવાય પણ તે ધર્મ-ક્રિયાકાંડમાં ઓછા જોડાયેલા હોવાથી અને સાધુઓના નિકટ પરિચયવાળા ન હોવાથી, કેટલીક બાબતોનો ખ્યાલ ન હોવાથી, લોકોને ન પસંદ પડે તેવું તે કહી નાખતા. આથી ધર્માનુષ્ઠાનપ્રિય લોકોમાં તે અપ્રિય થતા. ગતાનુગતિક દાનપ્રવાહમાં પણ તે ઓછુ માનતા. અને તેથી ઉપધાન વિગેરેમાં થતી મીઠાઈ વિગેરેની ટીકા કરતા. એ પણ લોકોને ઓછું ગમતું.
પરંતુ મુંબઈ, પાટણ વિગેરે સ્થળોએ ધનવાન અને બુદ્ધિવાન હોવાના કારણે અનેક નાની મોટી સંસ્થાઓમાં તે ટ્રસ્ટી હતા. સાધુઓમાં ખાસ કરીને વિજય વલ્લભસૂરિજીના તેઓ સવિશેષ રાગી હતા. આમ છતાં અવસરે અવસરે બધા સાધુઓ પાસે જતા અને તેમના તરફથી કોઈ પણ કામ હોય અને તે તેમને ગમે; તો તેઓ કરતા. પણ કોઈને અંધ ભક્ત ન હતા. કેળવણીમાં ખાસ તેઓ માનતા હતા. જેને લઈને વલ્લભસૂરિજી મ. હસ્તકની કેટલીક સંસ્થાઓમાં તે સંકળાયેલા રહેતા. તે શ્રીરામ મિલના એજન્ટ, બાટલીબોયા કંપનીના માલિક અને ઝવેરી બજારના આગેવાન ઝવેરી હોવા છતાં ખૂબ સાદા, સરળ અને ગમતી પ્રવૃત્તિઓમાં! રસ લેનારા હતા. હું જાણું છું તે મુજબ ઘણાં વર્ષોથી તે કેવળ દૂધ અને ફળો ઉપર રહેતા. અનાજની વાનગી ભાગ્યે જ તેઓ આરોગતા. મસાલાવાળી વસ્તુઓ અને આચરકુચર આરોગનારાઓ ઉપર તેમને સૂગ હતી.'
મોટી ઉંમરે પણ તેઓ સવારે કસરત કરતા. ઘરઆંગણે દેરાસર રાખેલું હોવાથી રોજ પૂજા કરતા અને સારા Tગાયકને બોલાવી સ્તવનો વિગેરે સાંભળતા. મુંબઈ જેવા શહેરમાં રહેવા છતાં ઘર-આંગણે ગાયો વિગેરેT Jપશુઓને પાળતાં. જે વાત પોતાને ગમે તે, બીજા ગમે તે ટીકા કરે તેની પરવા કર્યા વગર કરતા. !
મારો સંબંધ તેમની સાથે વિ.સં. ૨૦૦૪ પછી થયો. અને તે ઉત્તરોઉત્તર ગાઢ બન્યો. હું જ્યારે =============================== ૧૯૪]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - - -
-
-
-