Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
|આગળ આવ્યો ત્યારે ત્રણેય આચાર્યોની આગળ ચાલતા હતા. આ દશ્ય વરઘોડામાં રહેલા હંસસાગરજીથી। |સહન ન થયું. તેમણે આગળ આવી વાજાવાળાને ઊભા રાખ્યા, અને તેમને કહ્યું, “તમે આ મહારાજને | તમારાથી પણ આગળ લઈ લો. વાતાવરણમાં સન્નાટો ફેલાઈ ગયો અને રામચંદ્રસૂરિજી વરઘોડામાંથી નીકળી
ગયા.
I પાલિતાણાના આગમ મંદિર બાદ સુરતના ઝવેરીઓને વિચાર આવ્યો કે સૂરત ઉપર સાગરજી | ।મ.નો મોટો ઉપકાર છે. અહીં પણ આગમ મંદિર જેવું થાય તો વધુ સારું. સાગરજી મ. સાહેબ સૂરત ચોમાસુ હતા ત્યારે આ સંબંધી સક્રિય પ્રવૃત્તિ થઈ. સૂરતમાં આગમ મંદિર કરવાનાં વિચારને વેગ મળ્યો. સૂરતીઓએ ગોપીપુરામાં ઓસવાલ મહોલ્લાની નજીક એક જગ્યા લીધી. ત્યાં એક ભવ્ય દેરાસરનું નિર્માણ કર્યું. આ દેરાસરના ભોંયરામાં આગમનાં તામ્રપત્રો ચોંટાડવાનો નિર્ણય કર્યો. પાલિતાણામાં આરસ ઉપર આગમ
કોતરાવ્યાં હતાં. અહીં તેમણે તામ્રપત્ર ઉપર આગમ કોતરાવવાનું નક્કી કર્યું. આ કામ અમદાવાદવાળા |પુરુષોત્તમભાઈને સોંપ્યું. તેમણે પહેલાં કામ કરેલું હોવાથી તેનો અનુભવ હતો. આથી આ તામ્રપત્રોનું કામ ! તેમણે જલદી કરી આપ્યું. ભવ્ય જિનપ્રસાદનું કામ પણ પાનાચંદ મદ્રાસી વિગેરે ઉત્સાહી ભાઈઓ દ્વારા જલદી થયું. આ સૂરતના આગમ મંદિરની પ્રતિષ્ઠા વખતે સાગરજી મ. હયાત ન હતા. આની પ્રતિષ્ઠા માણેકસાગરસૂરિ હસ્તક થઈ. આ મંદિરમાં મૂળનાયક ભગવાન તરીકે પાલિતાણા સિદ્ધચક્રના ભોંયરામાં જે પ્રતિમાઓ પરોણાદાખલ ભરાવી હતી, તેમાં પાંચ પ્રતિમાઓ મોટી હતી. આ પ્રતિમાઓમાં એક પ્રતિમા |શ્રીયુત મોહનલાલ છોટાલાલના નામથી ભરાવવામાં આવી હતી. બીજી એકાદ પ્રતિમા સુતરીયા કુટુંબ | Iતરફથી અને બીજી ઝવેરચંદ પન્નાજી વિગેરે તરફથી હતી. આમાંથી મોહનલાલ છોટાલાલ તરફથી ભરાવાયેલી I મહાવીર સ્વામીની પ્રતિમાને આગમમંદિરમાં મૂળનાયક તરીકે રાખવામાં આવી. તે અને બીજી પ્રતિમાઓની પ્રતિષ્ઠા સાથે આગમનાં તામ્રપત્રોને પણ ભોંયરામાં ચોંટાડવામાં આવ્યાં. આ પ્રસંગે જ પૂ. ચંદ્રસાગરજી મહારાજ અને હેમસાગરજીની આચાર્યપદવી થઈ. આ આગમમંદિરની જોડે એક બીજી જગ્યા કુંથુનાથ |સ્વામીના દેરાસરની પાસેની હતી તે જગ્યામાં સાગરજી મ. કાળધર્મ પામ્યા પછી ત્યાં તેમની પ્રતિમા ભરાવી | પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
(૭/૯)
ચંદ્રસાગરજી મ. માળવામાં હતા અને સાગરજી મ. મુંબઈ હતા. તે વખતે મુંબઈના શેઠિયાઓ કાંતિલાલ ઈશ્વરભાઈ, મૂળચંદ બુલાખીદાસ, ભાઈચંદ નગીનદાસ અને ગોડીજીના ટ્રસ્ટીઓએ ચંદ્રસાગરજીને |આગ્રહ કર્યો કે આપ મુંબઈમાં પધારો. આપની આચાર્યપદવી ગોડીજીમાં થાય તેમ અમે ઇચ્છીએ છીએ. આ |બધાના આગ્રહથી ચંદ્રસાગરજી મ. મુંબઈ પધાર્યા. શેઠિયાઓએ સાગરજી મહારાજને ખૂબ આગ્રહ કર્યો કે ! “સાહેબ ! આપ ચંદ્રસાગરજી મ.ને આચાર્યપદવી આપો. તે મોટા શિષ્ય સમુદાયવાળા છે. તેજસ્વી અને પ્રભાવક છે. આપના હસ્તે તેમની આચાર્યપદવી થાય તેમ અમે ઇચ્છીએ છીએ'. સાગરજી મ. શરૂઆતમાં મૌન રહ્યા. પણ પછીથી શેઠિયાનો ખૂબ આગ્રહ થયો ત્યારે તેમણે કહ્યું કે “મુંબઈ શહેરમાં ઉતારાની વ્યવસ્થા ।કરવી, રેશનિંગના જમાનામાં આ બધું કરવું મુશ્કેલ છે'. એમ કહી તેમણે તે ટાળ્યું.
(
વધુમાં પૂ. સાધ્વીશ્રી તિલકશ્રીજી મ. વિગેરેએ પણ ચંદ્રસાગરજીને આચાર્યપદવી મહારાજ દ્વારા
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
૧૬૪]